Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ

    1 week ago

    મોરબી જિલ્લામાં જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉનાળાને ધ્યાનમાં રાખીને જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ અને ભારે પવનથી થયેલા નુકસાન તેમજ રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકારે 300 ગેરકાયદેસર બેટિંગ વેબસાઇટ્સ-એપ્સ બ્લોક કરી:આમાં ઓનલાઈન સ્પોર્ટ્સ બેટિંગ પ્લેટફોર્મ પણ સામેલ; અત્યાર સુધીમાં 8400 પ્લેટફોર્મ બંધ
    Next Article
    કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર લાંચ લેતા ઝડપાયા:ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા 1 લાખની લાંચ માગી હતી, ACBએ ભ્રષ્ટ અધિકારીની કરતૂત ખુલી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment