Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે

    1 week ago

    RSS પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે નાગપુરમાં કહ્યું કે દુનિયામાં સંઘર્ષોનું સાચું કારણ સ્વાર્થી હિત અને વર્ચસ્વની લાલસા છે. સ્થાયી શાંતિ ફક્ત એકતા, અનુશાસન અને ધર્મને માનવાથી જ મેળવી શકાય છે. દુનિયાના ઘણા દેશો એવું કહી ચૂક્યા છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો એ ભારત છે. કારણ કે એ લોકો જાણે છે કે ભારત પાસે સનાતનની તાકાત છે. ભાગવત નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયનો શિલાન્યાસ કર્યા બાદ એક સભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું- છેલ્લા 2,000 વર્ષોથી દુનિયાએ સંઘર્ષોને ઉકેલવા માટે ઘણા વિચારો પર પ્રયોગ કર્યા છે, પરંતુ તેમને બહુ ઓછી સફળતા મળી છે. RSS ચીફે એમ પણ કહ્યું કે ભારત માનવતાના નિયમનું પાલન કરે છે, જ્યારે દુનિયાના બીજા દેશો 'યોગ્યતમની ઉત્તરજીવિતા' (સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ) માં વિશ્વાસ રાખે છે. મોહન ભાગવતે શું કહ્યું? આ સનાતન ધર્મને, વિશ્વધર્મને, બંધુભાવને, માનવતાને જેને હિન્દુ ધર્મ પણ કહે છે. આપણા દેશના દરેક પંથ, સંપ્રદાયોએ આ જ વાત કરી છે. પરંપરા અલગ અલગ છે પણ વાત એક જ છે. ભારતનું પ્રાચીન જ્ઞાન આપણને શીખવે છે કે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એક છે.. ધર્મ ફક્ત શાસ્ત્રો પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ લોકોના વ્યવહારમાં પણ દેખાવો જોઈએ. વિચારો અલગ અલગ હોય છે, વિરોધાભાસ પણ હોય છે. બધા વિચારોનો નિષ્કર્ષ નીકળે છે તે એક જ છે. નિચોડ એક જ નીકળે છે કે કેવું આચરણ છે.લોકો પોતાના ધર્મ પર સ્થિર બને. જે સ્થિર હોય તેનું આચરણ એવું હોય. આ બધી સંસ્થાઓ, વ્યક્તિઓના ધ્યાનમાં આવી જાય કે આપણું કર્તવ્ય શું છે. ડગમગી ગયેલી દુનિયાને ફરી ધર્મનો આધાર આપીને તેનું સંતુલન કરવું એ જ આપણું કામ છે. આ આપણું ઈશ્વરદત્ત કર્તવ્ય છે. એના માટે આપણે તૈયાર થઈએ છીએ તો આપણી ભૌતિક ઉન્નતિ પણ આપોઆપ થાય છે. તેને ભૂલી જઈએ છીએ તો ભૌતિક અવનતી પણ હોય છે. તેને આપણે ભૂલી ગયા એટલે આપણે લૂંટાયા, પીટાયા, બરબાદ થયા. હવે જ્યારે ઉઠી રહ્યા છીએ તો એક પ્રચંડ જાગૃતિ ઊભી થઈ છે. આ કરવાનું તો આપણે જ છે. બીજું કોઈ કરવાનું નથી. આ કરવાનું એવી રીતે છે કે આપણી શક્તિના કારણે દુનિયા અવાજ સાંભળશે અને આપણને જોઈને દુનિયા અનુકરણ કરશે. આ બધું દુનિયાના ચિંતકોના ધ્યાનમાં છે. એટલે અત્યારે ચાલી રહેલા યુદ્ધમાં વારંવાર બીજા દેશો કહી રહ્યા છે કે, આ યુદ્ધ તો ભારત જ પૂરું કરાવી શકે તેમ છે. કેમ? કારણ કે ભારતની આ પ્રવૃતિનું જ્ઞાન તેમને છે. આપણા ધર્માચરણ પાછળ શક્તિનું નિર્માણ થઈ રહ્યું છે. RSSને 86 વિભાગોમાં વહેંચવાની વાત કરી, પરંતુ રીત બદલાશે નહીં ગુરુવારે, નાગપુરમાં એક મરાઠી અખબારની 100મી વર્ષગાંઠ પર ભાગવતે જાહેરાત કરી કે સ્વયંસેવકોને મજબૂત કરવા અને કાર્ય સુધારવા માટે સંગઠનમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભાગવતે જણાવ્યું હતું કે RSSનું કાર્ય ઝડપથી વધી રહ્યું છે અને લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે, તેથી કાર્યને વિવિધ ભાગોમાં વિભાજીત કરવા માટે વિકેન્દ્રીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે RSS પાસે પહેલા 46 પ્રાંત હતા, જેને હવે નાના એકમોમાં, એટલે કે 86 વિભાગોમાં વિસ્તૃત કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે સરળ અને વધુ સારું કાર્ય કરી શકાય. ભાગવતે જણાવ્યું હતું કે સંઘની કાર્યશૈલી યથાવત રહેશે. સંઘનો પ્રાથમિક અભિગમ મિત્રતા અને સારા ઉદાહરણો દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનો છે, અને આ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    અનુરાગ ડોભાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:યુટ્યુબરે ઈજાના ફોટો શેર કર્યા, જિંદગી બચી જવાને ચમત્કાર ગણાવ્યો; લાઇવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
    Next Article
    બાઈક સ્લીપ થઈને વૃદ્ધ પર આઈસરનું ટાયર ફરી વળ્યું, CCTV:રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક સર્વિસ રોડ પર કંપનીમાંથી છૂટી ઘરે જતા વૃદ્ધનું ટ્રકની અડફેટે મોત, ચાલક ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment