Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુરાગ ડોભાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:યુટ્યુબરે ઈજાના ફોટો શેર કર્યા, જિંદગી બચી જવાને ચમત્કાર ગણાવ્યો; લાઇવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

    1 week ago

    યુટ્યુબર અને 'બિગ બોસ 17' ફેમ અનુરાગ ડોભાલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન યુટ્યુબરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અનુરાગ પોતાના એક મિત્રના ફાર્મહાઉસ પર રિકવર કરી રહ્યો છે. ગુરુવારે તેણે પોતાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. આ સાથે જ તેણે ફેન્સ પાસેથી સલાહ માંગી કે, શું તેને પોતાની 'નવી જિંદગી'ના વ્લોગ્સ ફરીથી શરૂ કરવા જોઈએ. કમર પર ટાંકા અને ઇજાના નિશાન અનુરાગે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેની કમર પર લાગેલો એક લાંબો ઘા અને ટાંકા દેખાઈ રહ્યા છે. અકસ્માતને કારણે તેના શરીર પર ઉઝરડાના નિશાન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેણે એક પોલ દ્વારા ચાહકોને પૂછ્યું કે, 'નવી જિંદગીની શરૂઆત જોશો?' આ પોલમાં તેણે બે વિકલ્પો આપ્યા- 'હા, વ્લોગ અને ઇન્સ્ટા શરૂ કરો' અને ‘જેમ તમને યોગ્ય લાગે.’ મેનેજર બોલ્યો- 'અનુરાગ હવે સુરક્ષિત' અનુરાગના મેનેજર રોહિત પાંડેએ જણાવ્યું કે, યુટ્યુબર હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે એક મિત્રના ફાર્મહાઉસ પર છે, જ્યાં તેની સંભાળ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. મેનેજરે કહ્યું, 'અનુરાગ હવે સ્થિર છે અને રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમે તે બધાના આભારી છીએ, જેમણે મુશ્કેલ સમયમાં સાથ આપ્યો.' ICUમાંથી બહાર આવ્યા પછી કહ્યું- 'આ એક ચમત્કાર છે' હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા અનુરાગે એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો રહીશ. જે રસ્તે હું ગયો હતો, ત્યાંથી પાછા ફરવું અશક્ય હતું. મારા માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મને ખબર નથી કે આગળ શું થશે, પરંતુ ભગવાને મને નવો જન્મ આપ્યો છે, તો કંઈક તો જરૂર વિચાર્યું હશે.' આંતર-જ્ઞાતિય લગ્ન બન્યા વિવાદનું કારણ વિવાદ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થયો હતો, જ્યારે અનુરાગે તેના માતા-પિતા અને ભાઈ કલમ ઇન્ક (અતુલ ડોભાલ) પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તેના આંતર-જ્ઞાતિય લગ્નને કારણે પરિવાર તેની પત્ની રીતિકાને ઘરમાં પ્રવેશવા દેતો નથી. આ તણાવ વચ્ચે, 7 માર્ચે અનુરાગ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ઇન્સ્ટાગ્રામ લાઇવ આવ્યો હતો. લાઇવ દરમિયાન તેની કારની સ્પીડ 140-150 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. બીજી તરફ, તેના ભાઈ કલમ ઇન્કે આ આરોપોને ખોટા ગણાવ્યા અને દાવો કર્યો કે અનુરાગના દાવાઓને કારણે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઝોમેટો પરથી ફૂડ મગાવવું મોંઘું થયું:પ્લેટફોર્મ ફી 19% વધારી, દરેક ઓર્ડર પર ₹12.50 ને બદલે હવે ₹14.90 ચૂકવવા પડશે
    Next Article
    'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment