Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોમેટો પરથી ફૂડ મગાવવું મોંઘું થયું:પ્લેટફોર્મ ફી 19% વધારી, દરેક ઓર્ડર પર ₹12.50 ને બદલે હવે ₹14.90 ચૂકવવા પડશે

    6 days ago

    ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર ₹12.50ને બદલે હવે ₹14.90 એટલે કે ₹2.40 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. GST ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે. પ્લેટફોર્મ ફી એ દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે. આ GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ છે. નોંધનીય છે કે ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20 થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે. સ્વિગીની નજીક પહોંચી પ્લેટફોર્મ ફીની કિંમત ઝોમેટોની મુખ્ય હરીફ કંપની સ્વિગી હાલમાં ટેક્સ સહિત લગભગ ₹14.99 પ્લેટફોર્મ ફી વસૂલી રહી છે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે જ્યારે પણ આ બંનેમાંથી કોઈ એક કંપની ફી વધારે છે, ત્યારે બીજી કંપની પણ ટૂંક સમયમાં તેના ભાવ વધારી દે છે. ઝોમેટોએ 2 રૂપિયાથી પ્લેટફોર્મ ફીની શરૂઆત કરી હતી કંપનીએ 7 મહિનામાં બીજી વખત પ્લેટફોર્મ ફી વધારી છે. આ પહેલા સપ્ટેમ્બર-2025માં 20%નો વધારો કરવામાં આવ્યો હતો. ઑગસ્ટ 2023માં ઝોમેટોએ પોતાનો માર્જિન વધારવા અને નફાકારક બનવા માટે પહેલીવાર 2 રૂપિયાનો પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી. કંપનીએ બાદમાં તેને વધારીને 3 રૂપિયા કરી દીધી અને 1 જાન્યુઆરી 2024ના રોજ 4 રૂપિયા કરી દીધી. પછી તેને ધીમે ધીમે વધારીને 7 રૂપિયા કરી દીધી હતી. ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને ઓપરેશનલ કોસ્ટ બન્યા કારણ કિંમતોમાં આ વધારા પાછળ ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. તેલ મોંઘું થવાથી ડિલિવરી પાર્ટનર્સનો ખર્ચ વધે છે અને કંપનીના લોજિસ્ટિક્સ ઓપરેશન્સ પર પણ અસર પડે છે. આ ઉપરાંત, ઝોમેટો પોતાની પ્રોફિટેબિલિટી (નફો) સુધારવા માટે પણ સમયાંતરે પ્લેટફોર્મ ફીમાં ફેરફાર કરતી રહે છે. દીપિન્દરે 2008માં ફૂડીબે બનાવી હતી
    Click here to Read More
    Previous Article
    IPLમાં પહેલીવાર બધી 10 ટીમના કેપ્ટન ભારતીય છે:કમિન્સ બહાર તો ઈશાને કમાન સંભાળી; 6 કેપ્ટન પહેલી ટ્રોફી જીતવાની દોડમાં
    Next Article
    અનુરાગ ડોભાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:યુટ્યુબરે ઈજાના ફોટો શેર કર્યા, જિંદગી બચી જવાને ચમત્કાર ગણાવ્યો; લાઇવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment