Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં પહેલીવાર બધી 10 ટીમના કેપ્ટન ભારતીય છે:કમિન્સ બહાર તો ઈશાને કમાન સંભાળી; 6 કેપ્ટન પહેલી ટ્રોફી જીતવાની દોડમાં

    6 days ago

    IPLના 19 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે તમામ 10 ટીમના કેપ્ટન ભારતીય હશે. સનરાઇઝર્સ હૈદરાબાદના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ શરૂઆતી મેચમાંથી બહાર થયા બાદ ફ્રેન્ચાઇઝીએ તેની જગ્યાએ ઈશાન કિશનને આગેવાની સોંપી છે. આ સાથે જ ટુર્નામેન્ટની શરૂઆતી મેચમાં તમામ ટીમની કમાન ભારતીય ખેલાડીઓના હાથમાં હશે. ગત સીઝનમાં પણ હૈદરાબાદના પેટ કમિન્સ સિવાય બાકીની તમામ ટીમના કેપ્ટન ભારતીય જ હતા. ઈશાન કિશન પહેલીવાર કોઈ IPLની કેપ્ટનશીપ કરશે ઈશાન કિશન પહેલીવાર IPLમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. હાલના 10 કેપ્ટનોમાંથી 6 એવા છે, જે પોતાની પહેલી ટ્રોફીની શોધમાં છે. આમાં ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, શુભમન ગિલ, અજિંક્ય રહાણે, ઈશાન કિશન અને રિષભ પંતનો સમાવેશ થાય છે. જ્યારે, બાકીના 4 કેપ્ટન પહેલાથી જ ટાઇટલ જીતી ચૂક્યા છે. શ્રેયસ અય્યરે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું. તો રજત પાટીદારે 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ખિતાબ અપાવ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યાએ 2022માં ગુજરાત ટાઇટન્સને ટ્રોફી અપાવી હતી. શ્રેયસ અય્યર એકમાત્ર કેપ્ટન જેણે ત્રણ ફ્રેન્ચાઇઝીઓને ફાઇનલ સુધી પહોંચાડી શ્રેયસ અય્યર IPL ઇતિહાસનો એકમાત્ર કેપ્ટન છે, જેણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝીઓને ફાઇનલ સુધી પહોંચાડી છે. તેણે 2020માં દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી, જ્યાં ટીમને મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર મળી હતી. ત્યારબાદ 2024માં તેણે KKRને ચેમ્પિયન બનાવ્યું અને 2025માં પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી પહોંચાડી, જ્યાં ટીમ RCB સામે હારી ગઈ. ધોની અને રોહિત સૌથી સફળ કેપ્ટન IPL ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની (CSK) અને રોહિત શર્મા (MI) ટોચ પર છે. બંનેએ પોતપોતાની ટીમને 5-5 વખત ચેમ્પિયન બનાવી છે. ધોનીના નામે સૌથી વધુ મેચ (229) અને જીત (134) નોંધાયેલી છે, જ્યારે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ખિતાબ અપાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Assam Elections 2026 LIVE: Himanta Biswa Sarma ने Rahul Gandhi को फंसाया! | Pradyut Bordoloi
    Next Article
    ઝોમેટો પરથી ફૂડ મગાવવું મોંઘું થયું:પ્લેટફોર્મ ફી 19% વધારી, દરેક ઓર્ડર પર ₹12.50 ને બદલે હવે ₹14.90 ચૂકવવા પડશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment