Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી:સુરત, નવસારી અને ડાંગમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન, ખેડૂતોની સર્વે માટે માંગ

    1 week ago

    19 માર્ચે ગુરુવારે રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુરત શહેર સહિત નવસારીના વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈ અને સુબિર પંથકમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને ગાજવીજ સાથે ફૂંકાયેલા વંટોળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક ત્રાટકેલી આ કુદરતી આપત્તિએ સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી દીધી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મોટા પાયે પાકોને નુકસાન, ખેડૂતોની સર્વે માટે માંગ મિની વાવાઝોડા બાદ સુરત, નવસારી અને ડાંગ જિલ્લાના ખેતીવાડી વિભાગ પાસે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી છે. વાવાઝોડાને કારણે જે રીતે કેરીના પાકનું મોટા પાયે નુકસાન થયું છે, તેને જોતા ખેતીવાડી અધિકારીઓ ખેતરે-ખેતરે જઈ પંચનામું કરે તે જરૂરી બન્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સર્વેમાં વિલંબ થશે તો નુકસાનીના પુરાવા નષ્ટ થઈ શકે છે અને વળતર મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન હશે. સરકાર પાસે આર્થિક પેકેજની ખેડૂતોની અપેક્ષા દક્ષિણ ગુજરાતના બાગાયતી ખેડૂતો દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કેરીનો પાક તૈયાર કરે છે. આ વર્ષે મોર સારા હતા, પરંતુ અચાનક ત્રાટકેલા વાવાઝોડાએ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂત સંગઠનોએ સરકાર પાસે વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી છે. જે ખેડૂતોએ પાક વીમો લીધો છે તેમને ક્લેમ સેટલમેન્ટમાં પ્રાધાન્ય મળે અને જેમણે વીમો નથી લીધો તેમને સીધી સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત બેઠો થઈ શકે. 'કેરીના મરવા મોટા પ્રમાણમાં ખરી ગયા, રવિ પાકને પણ નુકસાન' ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનને કારણે સતત થતા માવઠાઓએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ગઈકાલના વાવાઝોડામાં કેરીના મરવા મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ઘઉં-ચણા જેવા રવિ પાકને પણ નુકસાન થયું છે. 'આફતને ગંભીરતાથી લઈ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે' તેને વધુમાં કહ્યું કે, અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કુદરતી આફતને ગંભીરતાથી લઈ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે. ઉનાળામાં થતા આવા માવઠા હવે ખેતી માટે કાયમી જોખમ બની ગયા છે, જેનું નિરાકરણ અને સહાય અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ભર ઉનાળે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત:'કેસર'ના ગઢ મેંદરડામાં ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો, કેસરના ભાવ આસમાને જાય તેવી શક્યતા
    Next Article
    અમદાવાદમાં મયૂર ડાયકેમ અને ભાગીદારો પર ITના દરોડા:વટવા GIDCમાં ઓફિસ અને ફેક્ટરી સહિત શહેરમાં 20 સ્થળોએ તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment