Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મયૂર ડાયકેમ અને ભાગીદારો પર ITના દરોડા:વટવા GIDCમાં ઓફિસ અને ફેક્ટરી સહિત શહેરમાં 20 સ્થળોએ તપાસનો ધમધમાટ

    1 week ago

    અમદાવાદમાં ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના જાણીતા કેમિકલ ગ્રુપ મયૂર ડાયકેમ પર IT વિભાગે ત્રાટકીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વટવા GIDCમાં આવેલી મયૂર પટેલની ઓફિસ અને ફેક્ટરી સહિત તેમના વ્યવસાયિક ભાગીદારોના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ITનો એક સાથે 20 સ્થળોએ તપાસનો ધમધમાટ આ કાર્યવાહી માત્ર ઓફિસ પૂરતી મર્યાદિત ન રહેતા, સોલા વિસ્તારમાં આવેલા બંને ભાગીદારોના નિવાસસ્થાન અને અન્ય સંલગ્ન સ્થળો પર પણ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક્સ ચોરીની શંકાના આધારે કુલ 20 સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરવામાં આવી છે. મેગા ઓપરેશનને પગલે શહેરના ઉદ્યોગપતિઓમાં ફફડાટ આ દરોડામાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને બેનામી વ્યવહારોની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી:સુરત, નવસારી અને ડાંગમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન, ખેડૂતોની સર્વે માટે માંગ
    Next Article
    Bihar Board 10th, 12th Results 2026: ‘Inter results likely by next week, matric by March-end’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment