Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન:રાજુ કરપડાએ કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વેની માગ કરી

    1 week ago

    ગુજરાતમાં 18 અને 19 માર્ચ, 2026ના રોજ પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી, સુરત, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં શિયાળુ અને બાગાયતી પાકને મોટો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂત નેતા રાજુ કરપડા અને અન્ય ખેડૂત આગેવાનોએ અમરેલી કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવા અને ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. રાજુ કરપડાએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, જામનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે બગડી જવાથી ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. તેથી સરકારે તાત્કાલિક પગલાં ભરી ખેડૂતોને રાહત આપવી અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ બાદ મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા:પાદરામાં 12 કલાકમાં બે મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યૂ, મગરે રેસ્ક્યુ ટીમને હંફાવી
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પ્રશ્નો પર બેઠક:કોલેજ બંધ કરવાની સમયમર્યાદા 2026 સુધી લંબાવાશે, મંજૂરી મુદ્દે ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment