Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ બાદ મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા:પાદરામાં 12 કલાકમાં બે મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યૂ, મગરે રેસ્ક્યુ ટીમને હંફાવી

    1 week ago

    વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગત રાતે આવેલા વાવાઝોડા અને વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવવાના બનાવોએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. માત્ર 12 કલાકના ગાળામાં બે અલગ-અલગ સ્થળોએ મહાકાય મગરો દેખાતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બન્નેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે 7 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું પાદરામાં આવેલ રામેશ્વર તળાવમાંથી એક મહાકાય મગર બહાર આવી નજીકના રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. મગરને જોતા સ્થાનિક રહીશોમાં ભારે ભય ફેલાયો હતો અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 7 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ પાદરા તાલુકાના સાધી ગામમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો, જ્યાં એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. સ્થાનિક લોકોએ જાણ કરતા રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી સલામત રીતે આઠ ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યો હતો. આ અંગે પ્રાણી જીવ રક્ષક ટીમના આર્ય રોકીને જણાવ્યું હતું કે, પાદરાના રામેશ્વર તળાવ પાસે આઠથી નવ ફૂટનો મહાકાય મગર દેખાયો હતો. અહીંયા માનવ વસ્તી હોવાથી અમારી ટીમ અને RFOને જાણ કરી અમારી સાથે વન વિભાગની ટીમ મળી પાદરા વન વિભાગમાં સોંપવામાં આવ્યો છે. આ સાથે સાધી ગામમાંથી પણ એક મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને વન વિભાગે સોંપવાના આવ્યો છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?
    Click here to Read More
    Previous Article
    સરખેજમાં યુવકની હત્યા કરનાર આરોપી લંગડાતા ચાલ્યા:પાંચ આરોપીને બનાવ સ્થળ પર ઉઘાડા પગે દોરડા વડે બાંધીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું
    Next Article
    કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન:રાજુ કરપડાએ કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વેની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment