Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના 1800થી વધુ મિલકતધારકોને નોટિસ:એકલા વોર્ડ નં-14માં જ સૌથી વધુ 788 બાંધકામ જર્જરિત; ચોમાસા પૂર્વે જોખમી મકાનો ખાલી કરવા સૂચના

    1 day ago

    વડોદરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોખમી અને અતિ જર્જરિત મિલકતો સામે કડક વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોમાસાના ભારે વરસાદ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે પાલિકા તંત્રે આખા શહેરમાં 1,800થી વધુ મિલકતધારકોને નોટિસ પાઠવી છે. પાલિકાની જુદી-જુદી ઝોનલ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 191 જેટલા અત્યંત જોખમી મકાનોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. એકલા વોર્ડ નંબર 14માં જ સૌથી વધુ 788 જર્જરિત મકાનો વડોદરા શહેરમાં સૌથી જર્જરિત મકાનો વોર્ડ 14માં આવેલા છે. આ વોર્ડમાં વડોદરાનો જૂનો વિસ્તાર સમાવિષ્ટ છે અને અહીં આવેલા મકાનો પૈકી કેટલાક સર સયાજીરાવ ગાયકવાડ સમયના પણ છે. આ પૈકી કેટલાક મકાનો નવા બનાવી દેવાયા છે તો કેટલાક મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. વોર્ડ 14માં જ 788 જેટલા જર્જરિત મકાનો છે, એમ વોર્ડ 14ના ડેપ્યુટી એન્જિનિયર મૌલેશ ચૌહાણે જણાવ્યું હતું. 191 મકાનો ઉતારી લેવાયા, 11 મકાનોને રિપેર કરી 'નિર્ભય' કરાયા ડેપ્યુટી એન્જિનિયર મૌલેશ ચૌહાણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાંથી સત્તાવાર રીતે 191 જોખમી મકાનો કે તેના ભાગોને તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત, 11 જેટલા મકાનમાલિકોએ નોટિસ મળ્યા બાદ પોતાના મકાનનું જરૂરી સ્ટ્રક્ચરલ સમારકામ કરાવી લેતાં તે મકાનોને હવે તંત્ર દ્વારા 'નિર્ભય' જાહેર કરાયા છે. હજુ પણ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે મકાનધારકોના મકાનો જર્જરિત છે, તેઓને તાત્કાલિક સમારકામ કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદમાં દુર્ઘટના ટાળવા રહેવાસીઓને તાત્કાલિક સ્થળ ખાલી કરવા આદેશ વડોદરા મહાનગરપાલિકાના આધિકારીઓના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે અને લોકો તેમાં વસવાટ કરી રહયા છે તેઓને તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને તેઓને અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન હાલમાં નોટિસ પાઠવી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં મહાઆરતી:ભાજપ પરિવારે ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના
    Next Article
    રાજસ્થાનથી અમદાવાદ મોટા પાયે દારૂની હેરીફેરી:ભૂસાની આડમાં લઈ જવાતો 1.10 કરોડનો વિદેશી દારૂ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment