Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરખેજમાં યુવકની હત્યા કરનાર આરોપી લંગડાતા ચાલ્યા:પાંચ આરોપીને બનાવ સ્થળ પર ઉઘાડા પગે દોરડા વડે બાંધીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું

    1 week ago

    અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં બે દિવસ પહેલા એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતાં. મોબાઇલમાં ગાળા ગાડી વાળું સ્ટેટસ મુકવાને લઈને થયેલી માથાકૂટમાં આ બનાવ બન્યો હતો. જેમાં સરખેજ પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે 20 માર્ચના રોજ આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. દોરડા વડે બાંધીને રિકન્સ્ટ્રક્શન સરખેજ પોલીસ દ્વારા પાંચેય આરોપીઓને દોરડા વડે બાંધીને ઠાકોર વાસ જે જગ્યા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો, ત્યાં લાવવામાં આવ્યા હતા. પાંચેય આરોપીઓને ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતાં. લંગડાતા લંગડાતા ચાલીને પોલીસને ઘટનાક્રમ જણાવ્યો આરોપીઓને જોવા માટે ઠાકોરવાસમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને મોબાઇલમાં વિડીયો પણ ઉતાર્યા હતાં. આરોપી લંગડાતા લંગડાતા ચાલીને ઘટના કેવી રીતે બની હતી તે અંગે પોલીસને જણાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યા બાદ તમામ આરોપીઓ ને લઈ જવાયા હતા. સ્ટેટસ હટાવા બાબતે ઝઘડો કે અંતે યુવકની હત્યા કરી સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ ખાતે બે દિવસ પહેલા ઠાકોર સમાજના જ લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નરેશ ઠાકોર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે જયેશ ઠાકોર અને નરેશ ઠાકોર નામના બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. આશિષ ઠાકોર નામના ભોગ બનનારે મોબાઈલના સ્ટેટસમાં સામેવાળા આરોપીઓના વિશે બિભત્સ લખવામાં આવેલું હતું. જેને લઈને આરોપીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા પરંતુ તેમનું સ્ટેટસ દૂર કરવામાં આવ્યું નહોતું. જેથી તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી. પાંચ આરોપીની ધરપકડ ને રિકન્સ્ટ્રક્શન બોલાચાલી બાદ મારામારીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સરખેજ પોલીસ દ્વારા છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોર બે આરોપીઓ અને સરખેજ પોલીસે મહેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી. કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં આરોપીઓને બનાવના સ્થળ ઉપર લાવીને પંચનામું અને ઘટના કેવી રીતે બની તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચકલીના માળાનું વિતરણ:વિશ્વ ચકલી દિવસે ‘સેવા સજીવ સેતુ’ સંસ્થા દ્વારા ચકલી બચાવો અભિયાન, સ્કૂલોમાં 1000થી વધુ માળાઓનું વિતરણ કરાયું
    Next Article
    વરસાદ બાદ મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા:પાદરામાં 12 કલાકમાં બે મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યૂ, મગરે રેસ્ક્યુ ટીમને હંફાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment