Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટનો આદેશ છતાં પગાર વધારો નહીં:નવસારીમાં આંગણવાડી બહેનોમાં રોષ, પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજી, કલેક્ટરને આવેદન આપ્યું, આંદોલનની ચીમકી

    1 week ago

    ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારાનો મુદ્દો ગરમાયો છે. નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોએ તેમની પડતર માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. હાઈકોર્ટના આદેશ છતાં સરકાર દ્વારા અમલવારી ન થતા બહેનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અનુસાર, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર બહેનોને રૂ. 24,800 અને હેલ્પર બહેનોને રૂ. 20,300 ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને છ મહિના વીતી ગયા હોવા છતાં, સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બહેનોનો આક્ષેપ છે કે, 30-31 વર્ષની સેવા બાદ પણ તેમને હાલમાં માત્ર રૂ. 10,000 જેટલો ઓછો પગાર મળે છે. આ આંદોલનને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ બહેનોનો માત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના ચુકાદા છતાં સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને બહેનોના હક છીનવી રહી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્રમાં પગાર વધારા ઉપરાંત અન્ય વહીવટી પ્રશ્નો પણ રજૂ કરાયા છે. 'પોષણ સુધા યોજના' હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના ભોજન માટે ફાળવાતા રૂ. 27ને વધારીને રૂ. 75 કરવાની માંગ છે, જેથી કુપોષણ સામેની લડત વધુ મજબૂત બને. આ ઉપરાંત, ગરમ નાસ્તાના પૈસા, રજિસ્ટર નિભાવણી ખર્ચ અને મુસાફરી ભથ્થું (TA-DA) પણ સમયસર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. નવસારી બાદ હવે ચીખલી અને વાંસદા ખાતે પણ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરાશે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી આ મુદ્દે ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવશે. જો સરકાર તાત્કાલિક પગાર વધારાની જાહેરાત નહીં કરે, તો આંગણવાડીની બહેનોએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ મામલો:ધારાસભ્ય મેવાણીએ ટીકા કરી, બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ગણાવ્યું
    Next Article
    દારૂ ખરીદવા ગયા ને 12 ગ્રાહક પકડાઈ ગયા:વડોદરામાં SMCની રેડમાં 10 લાખનો દારૂ ઝડપાયો, 12 વાહનો જપ્ત; મુખ્ય આરોપીના પાર્ટનરની પણ ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment