Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ મામલો:ધારાસભ્ય મેવાણીએ ટીકા કરી, બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ગણાવ્યું

    1 week ago

    પાટણના ચાણસ્મામાં પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માર માર્યાની ઘટનાની વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરી ટીકા કરી છે. તેમણે પોલીસ તંત્રને કાયદો હાથમાં લેવાને બદલે FIR, તપાસ અને કોર્ટ દ્વારા નિર્ધારિત ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવા જણાવ્યું છે. મેવાણીએ આ ઘટનાને અમાનવીય ગણાવી તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, અદાલત દ્વારા કોઈ વ્યક્તિને દોષી ઠેરવવામાં આવે તે પહેલાં જ પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવો એ ભારતીય બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન છે. દેશમાં ન્યાયિક પ્રણાલી FIR, તટસ્થ તપાસ અને કોર્ટ ટ્રાયલ બાદ જ સજા નક્કી કરવાની પ્રક્રિયાનું પાલન કરે છે. તેમણે પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI કક્ષાના અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓના ઈશારે કે રાજકીય દબાણ હેઠળ કાયદો હાથમાં ન લેવા વિનંતી કરી છે. મેવાણીએ ચેતવણી આપી કે, જો આ મામલો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પહોંચશે, તો પાયાના કર્મચારીઓ અને અધિકારીઓ જ સસ્પેન્ડ થશે અને આરોપી બનશે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ બચી જશે.મેવાણીએ ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવાની પ્રથા કાયમ માટે બંધ થવી જોઈએ તેવી માંગ કરી છે. તેમણે પાટણ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, જો પોલીસમાં હિંમત હોય તો જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ, બુટલેગરો, ગેરકાયદેસર માઇનિંગ કરતા માફિયાઓ અને જમીન કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. ચરસ, ગાંજો અને ડ્રગ્સ જેવા નશાના કારોબાર સાથે સંકળાયેલા માફિયાઓ સામે કડક પગલાં લેવાય તો જ પોલીસની સાચી કામગીરી ગણાશે. તેમણે આક્ષેપ કર્યો કે, એક તરફ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા બુટલેગરોને છાવરવામાં આવે છે, જ્યારે બીજી તરફ સામાન્ય ઘર્ષણ કે અન્ય કેસમાં પોલીસ કાયદો હાથમાં લે છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. મેવાણીએ સમગ્ર ઘટનામાં કસૂરવાર પોલીસકર્મીઓ સામે પણ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સંમેલન:વાવાઝોડાથી મંડપ તૂટ્યો, કાર્યકર્તાઓ તાપમાં બેઠા
    Next Article
    હાઈકોર્ટનો આદેશ છતાં પગાર વધારો નહીં:નવસારીમાં આંગણવાડી બહેનોમાં રોષ, પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજી, કલેક્ટરને આવેદન આપ્યું, આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment