Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સંમેલન:વાવાઝોડાથી મંડપ તૂટ્યો, કાર્યકર્તાઓ તાપમાં બેઠા

    1 week ago

    છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે કાર્યક્રમ સ્થળે તૈયાર કરાયેલો વિશાળ મંડપ તૂટી પડ્યો હોવા છતાં, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખુલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત રાત્રિના વાવાઝોડા અને વરસાદથી મંડપને નુકસાન થયું હતું. ઊંચા તાપમાન છતાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓને તાપમાં બેઠેલા જોઈને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ મંચ પર છાંયામાં બેસવાનું ટાળી, પોતે ધોમધમતા તાપમાં ઊભા રહીને વક્તવ્ય આપ્યું હતું. તેમના આ વલણથી કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના પ્રવાસની શરૂઆતમાં જગદીશ વિશ્વકર્મા સૌપ્રથમ સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે માહાકાળી માતાજી મંદિર અને રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. તેઓ સ્વર્ગસ્થ મુકેશ પટેલના નિવાસ્થાને પણ ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત, તેમણે આર.એસ.એસ. કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. પ્રદેશ અધ્યક્ષના આગમનને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી અને ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની આગેવાનીમાં નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. કાર્યકર્તા સંમેલન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસની નીતિઓ અને વલણ પર નિશાન સાધ્યું હતું. સાથે જ, તેમણે ભાજપ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, ઉપલબ્ધિઓ અને જનકલ્યાણકારી નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંગઠન વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે સક્રિયતા વધારવા અને આગામી રાજકીય લડાઈ માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઘેલવાટ ગામે ભાજપના બુથ પ્રમુખ મેહુલ રાઠવાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એકદમ સાદગીભર્યા અંદાજમાં સામાન્ય કાર્યકર્તાના ઘરે ભોજન લીધું હતું. પ્રદેશ અધ્યક્ષના આ સરળ અને કાર્યકર્તા-કેન્દ્રિત વલણને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરમાં ભારે વાવાઝોડા બાદ પણ ભાજપે આ કાર્યકર્તા સંમેલન સફળતાપૂર્વક યોજીને પોતાની સંગઠનશક્તિનું પ્રદર્શન કર્યું છે. ખુલ્લામાં તાપ વચ્ચે યોજાયેલું આ સંમેલન રાજકીય અને પ્રતિકાત્મક બંને રીતે ચર્ચાનો વિષય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું:ભાવમાં ₹2.35 પ્રતિ લિટરનો વધારો, ઈરાન યુદ્ધની અસર, સામાન્ય પેટ્રોલ જૂના ભાવે જ મળતું રહેશે
    Next Article
    પાટણ પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ મામલો:ધારાસભ્ય મેવાણીએ ટીકા કરી, બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment