Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું:ભાવમાં ₹2.35 પ્રતિ લિટરનો વધારો, ઈરાન યુદ્ધની અસર, સામાન્ય પેટ્રોલ જૂના ભાવે જ મળતું રહેશે

    1 week ago

    તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતો શુક્રવારે ₹2.09-₹2.35 પ્રતિ લિટર સુધી વધારી દીધી છે. આ વધારો અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને લીધે કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ BPCLનું સ્પીડ, HPCLનું પાવર અને IOCLનું XP95ના નામથી વેચાય છે. જ્યારે સામાન્ય પેટ્રોલ જૂના ભાવે જ મળતું રહેશે. હાલમાં તેમના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મુખ્ય શહેરોમાં સામાન્ય પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ... ભારતમાં ક્રૂડ ઓઇલ બમણું થઈને 146 ડોલર પર પહોંચ્યું યુદ્ધને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધાર્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 109.54 ડોલર પ્રતિ બેરલ પર છે. એક દિવસ પહેલા ક્રૂડ ઓઇલનો ભાવ 117.98 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. જ્યારે ભારતમાં ક્રૂડના ભાવ લગભગ બમણા થઈને 146 ડોલર પર પહોંચી ગયા છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા, UAE પાસેથી તેલ ખરીદે છે. આ તમામ અલગ-અલગ પ્રકારના તેલની કિંમતોની જે સરેરાશ કાઢવામાં આવે છે, તેને જ 'ઇન્ડિયન બાસ્કેટ' કહે છે. ક્રૂડ ઓઇલના ત્રણ મોટા બેન્ચમાર્ક દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ મુખ્યત્વે ત્રણ મોટા બેન્ચમાર્કને આધારે ઓળખાય છે અને વેચાય છે, જેને બ્રેન્ટ, WTI અને OPEC બાસ્કેટ કહેવાય છે. બ્રેન્ટ ક્રૂડ ઉત્તર સમુદ્ર (યુરોપ)ના દરિયાઈ કુવાઓમાંથી નીકળે છે અને દુનિયાનો બે-તૃતીયાંશ તેલનો કારોબાર તેના ભાવ પર નિર્ભર છે. જ્યારે WTI અમેરિકાના જમીની વિસ્તારોમાંથી નીકળે છે અને તેની શુદ્ધતાને કારણે અમેરિકી બજારનું મુખ્ય ધોરણ છે. OPEC બાસ્કેટ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જેવા ખાડી દેશોના સંગઠન (OPEC) દ્વારા ઉત્પાદિત વિવિધ ક્રૂડ ઓઇલનું સરેરાશ મિશ્રણ છે. ભારત પર થતી અસરને 2 મુદ્દામાં સમજો… ભારત તેની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ અને 50%થી વધુ ગેસ આયાત કરે છે, તેથી ત્યાંની દરેક હલચલ આપણા ખિસ્સા અને અર્થતંત્ર પર અસર કરે છે. આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    No shortage: Govt says domestic LPG production up 40% amid Iran war
    Next Article
    છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સંમેલન:વાવાઝોડાથી મંડપ તૂટ્યો, કાર્યકર્તાઓ તાપમાં બેઠા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment