Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માવઠાએ આજે ગીરનો વારો લીધો, કેસર કેરી પર મોટો ખતરો:ઉના-ગીર ગઢડા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ; રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા

    1 week ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા. આજે 20 માર્ચે બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુક્યા છે. ખાસ કરીને કેસર કેરીના બગીચાવાળા મુંઝાયા છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીની જેમ પાણી વહેતાં થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. હજુ 24 કલાક રાજ્ય માથે વરસાદની ઘાત રહેલી છે. આજે સાત જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પાક અને વીજ પુરવઠાને મોટા પ્રમાણમાં નુકશાન થયું ગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે. (19 માર્ચના કમોસમી વરસાદની પળેપળની અપડેટ)
    Click here to Read More
    Previous Article
    ભાગવત બોલ્યા- યુદ્ધ વર્ચસ્વની લડાઈનું પરિણામ:દુનિયાના ઘણા દેશો માને છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ભારત જ રોકાવી શકે; નાગપુરમાં સંબોધન
    Next Article
    પાંડેસરાની વડોદ ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગના દરોડા:35 ભરેલા અને 205 ખાલી સિલિન્ડર જપ્ત, મેનેજર ફરાર ને ઓફિસ સીલ; 12 કોમર્શિયલ ગેસ એજન્સીમાં તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment