Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરાની વડોદ ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગના દરોડા:35 ભરેલા અને 205 ખાલી સિલિન્ડર જપ્ત, મેનેજર ફરાર ને ઓફિસ સીલ; 12 કોમર્શિયલ ગેસ એજન્સીમાં તપાસ

    6 days ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી વડોદની એક જાણીતી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતાં. તંત્રને લાંબા સમયથી આ એજન્સીમાં ગેસ સિલિન્ડરના જથ્થામાં ગેરરીતિ થતી હોવાની આશંકા હતી. કાર્યવાહી દરમિયાન તપાસનીશ ટીમે સ્થળ પરથી કુલ 35 ગેસથી ભરેલા સિલિન્ડર અને 205 ખાલી સિલિન્ડર શોધી કાઢ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સિલિન્ડરોનો જથ્થો મળી આવતા વિસ્તારમાં અને ગેસ વિતરણ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મેનેજર ફરાર થતા શંકા ઘેરી બની, ઓફિસ સીલ કરાઈ પુરવઠા વિભાગની ટીમ જેવી એજન્સી પર પહોંચી, ગભરાયેલો મેનેજર તરત જ સ્થળ છોડીને ભાગી છૂટ્યો હતો. મેનેજરના અચાનક ગાયબ થવાથી અધિકારીઓની શંકા વધુ મજબૂત બની હતી કે અહીં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી ગેસ એજન્સીનું ગોડાઉન, ઓફિસ અને અન્ય સંબંધિત કામકાજના સ્થળોને સીલ કરી દીધા છે. હાલમાં એજન્સીનો તમામ વહીવટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને જવાબદારો સામે પગલાં લેવાશે. ગેરકાયદે રિફિલિંગ અને વિતરણની તપાસ પુરવઠા અને મામલતદારની ટીમે પ્રાથમિક તપાસમાં નોંધ્યું છે કે આ એજન્સી દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણમાં મંજૂરી વગરના વ્યવહારો કરવામાં આવતા હતા. અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ 35 ભરેલા સિલિન્ડરો ક્યાંથી આવ્યા અને 205 ખાલી બોટલોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હતો. શું અહીં ગેસની ચોરી કરીને નાના સિલિન્ડરોમાં ભરવાનું ગેરકાયદે નેટવર્ક ચાલતું હતું? તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. અગ્રવાલ કોમર્શિયલ ગેસ એજન્સી પણ તપાસના દાયરામાં માત્ર વડોદની એજન્સી જ નહીં, પરંતુ તપાસનો રેલો અગ્રવાલ કોમર્શિયલ ગેસ એજન્સી સુધી પણ પહોંચ્યો છે. પુરવઠા વિભાગે આ એજન્સીના સંલગ્ન પ્લાન્ટ અને ઓફિસમાં પણ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો અને સ્ટોક રજિસ્ટર કબજે લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને એજન્સીઓ વચ્ચેના આંતરિક વ્યવહારો અને ગેસના જથ્થાની હેરાફેરી અંગેના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જે મોટા કૌભાંડ તરફ ઈશારો કરે છે. 12 કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં વ્યાપક તપાસનો દોર સુરત પુરવઠા વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા શહેરની અન્ય 12 કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં પણ તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા 10 દિવસમાં કઈ એજન્સીએ કેટલો ગેસ મેળવ્યો અને તેનું વેચાણ કોને-કોને કરવામાં આવ્યું, તેની વિગતો મંગાવવામાં આવી છે. સરકાર દ્વારા ગેસના કાળાબજાર રોકવા માટે આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ તપાસમાં જે પણ એજન્સી દોષિત જણાશે તેના પર કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગેસના બાટલા માટે ગ્રાહકોનું લાંબુ વેઇટિંગ લિસ્ટ એક તરફ એજન્સીઓમાં ગેરરીતિ બહાર આવી રહી છે, તો બીજી તરફ સામાન્ય જનતા ગેસ માટે હાલાકી ભોગવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાંધણ ગેસ માટે 11 માર્ચ થી 15 માર્ચ સુધી જે બુકિંગ થયા હતા, તે હજુ સુધી પેન્ડિંગ છે. 5 દિવસમાં 10 દિવસ જેટલું વેઇટિંગ વધી ગયું હોવાથી ગ્રાહકો પરેશાન છે. તંત્રનું કહેવું છે કે જથ્થો પૂરતો છે પરંતુ બુકિંગની સંખ્યા અચાનક વધી જવાથી આ વિલંબ સર્જાયો હોવાનું જણાય છે. ફિલ્ડ માર્શલ હોટલના રસોડામાં આગનો બનાવ દરોડાની કામગીરી વચ્ચે શહેરના દિલ્હી ગેટ પાસે આવેલી ફિલ્ડ માર્શલ હોટલના રસોડામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. રસોડામાં ગેસના જોડાણો હોવાથી ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. ગેસ સુરક્ષા અને સાવચેતી રાખવા માટે ફાયર ઓફિસર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માવઠાએ આજે ગીરનો વારો લીધો, કેસર કેરી પર મોટો ખતરો:ઉના-ગીર ગઢડા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ; રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા
    Next Article
    GSRTC બસ લોકાર્પણમાં ધારાસભ્યે સીટબેલ્ટ વિના બસ ચલાવી:સોમનાથમાં નિયમોનો ભંગ, વીડિયો વાયરલ થતાં પ્રશ્નો ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment