Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ચેટીચાંદની ઉજવણી:ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી, નાસિક ઢોલ અને ડીજેના તાલે સિંધી સમાજ જોડાયો

    6 days ago

    હિંમતનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ 'ચેટીચાંદ' ભારે ઉત્સાહથી ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં નાસિક ઢોલ અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ, યુવક-યુવતીઓ અને બાળકો જોડાયા હતા. ઉજવણીના પ્રારંભે શુક્રવારે સવારે સિંધી સમાજવાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિંધી સમાજવાડીથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. તેમાં મહાવીરનગર પંચદેવ મંદિરથી અહિંસા સર્કલ, નમસ્તે સર્કલથી આંબાવાડી, જિલ્લા પંચાયત રેલવે ફાટકથી ટાવર ચોક અને પાંચબત્તી વિસ્તારનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું સમાપન ભાટવાસમાં આવેલા ગુરુદ્વારા ખાતે થયું હતું. શોભાયાત્રાના માર્ગમાં અંબાજી મંદિર પાસે ભવ્ય આરતીનું આયોજન કરાયું હતું. સિંધી સમાજ દ્વારા ઠેર-ઠેર ઠંડા પીણાં અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ ડ્રેસ કોડમાં સજ્જ સમાજના લોકો ડીજેના તાલે ઉત્સાહભેર નાચ્યા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સમાજવાડી ખાતે ભંડારાનું આયોજન કરાયું હતું. ચેટીચાંદ નિમિત્તે રાત્રિના સમયે ખેડ તસીયા રોડ પર આવેલા રોનક પાર્ટી પ્લોટમાં ભવ્ય સંગીત સંધ્યા અને પ્રસાદી (ભંડારા)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ભાવનાની, ડૉ. વી.એ. ગોપલાણી, મનીષ કીમતાની, વિક્કી રંગલાની, કનુ ખાનેજા, ગીરધર અસરાની, રાજુ તવાણી, રવિ સમનાની, રાહુલ ખાનેજા, શિ તલરેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લગ્નનો ઓર્ડર પતાવી ઘરે જતાં 2 યુવકને કાળ ભરખી ગયો:બોરસદ-આણંદ રોડ પર વાવાઝોડામાં પડેલા ઝાડને ક્રોસ કરવા જતું બાઈક એસટી બસને ટકરાયું, બાઈકસવારના ઘટનાસ્થળે મોત
    Next Article
    495 કિલો હેરોઈન હેરાફેરીના આરોપી રફીક સુમરાને હાઈકોર્ટે જામીન આપ્યા:આરોપી 7 વર્ષથી જેલમાં બંધ હતો, ડ્રગ્સના સંગ્રહ માટે આરોપીના ગોડાઉનનો ઉપયોગ થતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment