Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    495 કિલો હેરોઈન હેરાફેરીના આરોપી રફીક સુમરાને હાઈકોર્ટે જામીન આપ્યા:આરોપી 7 વર્ષથી જેલમાં બંધ હતો, ડ્રગ્સના સંગ્રહ માટે આરોપીના ગોડાઉનનો ઉપયોગ થતો

    6 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં NIAએ નોંધેલા NDPS કેસમાં આરોપી રફિક સુમરાએ જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. ગુજરાત ATS એ વર્ષ 2018માં સલાયા બંદર ખાતેથી 495 કિલો હેરોઇનની હેરાફેરી ઝડપી પાડી હતી. જેની તપાસ NIAને સોંપવામાં આવી હતી. 180 સાહેદોમાંથી અત્યાર સુધીમાં 46 સાહેદ તપાસાયા અરજદાર વતી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, આરોપી ઓગસ્ટ, 2018થી કસ્ટડીમાં છે. આમ તેણે 7 વર્ષ કરતા વધારે સમય જેલમાં વિતાવ્યો છે. 180 સાહેદોમાંથી અત્યાર સુધીમાં 46 સાહેદ તપાસાયા છે, જ્યારે 134ની તપાસ બાકી છે. આમ ટ્રાયલમાં વિલંબ થઈ શકે તેમ છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હેરોઇન ઝડપાયું હતું. આ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ છે. આરોપીઓ ગુજરાતથી પંજાબ ખાતે ડ્રગ્સ લઈ જતા હતા. જેમાં આરોપીના ગોડાઉનનો ડ્રગ્સ સંગ્રહ માટે ઉપયોગ કરાતો હતો. આરોપીઓ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી પંજાબ મોકલતા હતા આ કેસમાં જાણવા મળ્યા મુજબ મુખ્ય આરોપી પાકિસ્તાનના ભાઇજાન અને નબી બક્ષ છે. આરોપીઓ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી પંજાબ મોકલતા હતા. ડ્રગ્સ પાકિસ્તાનથી કચ્છના સલાયા બંદર આવતું હતું. દુબઈના અર્શદ રઝાકના નિર્દેશથી શાહિદ અને રફીક સુમરાએ 495 કિલો ડ્રગ્સ અલગ અલગ સહ આરોપીઓને આપવાનું હતું અને પંજાબમાં આ ડ્રગ્સ મોકલવાનું હતું. ત્યાં આરોપી સીમરનજીત સંધુ તેનું હેન્ડલિંગ કરતો હતો. આરોપી આંગડિયા મારફતે રૂપિયા મેળવતો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ આરોપીને જામીન આપવામાં આવ્યા જ્યાં ડ્રગ્સ રાખવામાં આવતું તે જગ્યાએથી મળેલા મટીરિયલનો FSL રીપોર્ટ કરવામાં આવ્યો હતો. 295 કિલો ડ્રગ્સ સાથે ગાડી ઝડપાઈ હતી તેનો રીપોર્ટ રજૂ કરાયો હતો. ઊંઝા APMCથી ડ્રગ્સ પંજાબના અમૃતસર લઈ જવાતું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી 7 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે, મોટાભાગના સાહેદોને તપાસવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ મુજબ આરોપીને જામીન આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ચેટીચાંદની ઉજવણી:ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી, નાસિક ઢોલ અને ડીજેના તાલે સિંધી સમાજ જોડાયો
    Next Article
    સોમનાથ-દ્વારકા-ઓખા નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બસ હંકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment