Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈમ્પેક્ટ:ધંધુકાના અડવાળ-બાજરડા રોડ પર ડાયવર્જન સુધારાયું

    6 days ago

    ધંધુકા તાલુકાના અડવાળ-બાજરડા રોડ પર વાહનચાલકોને પડતી હાલાકીનો અંત આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ડાયવર્જનમાં ફસાયેલા વાહનોનો પ્રશ્ન 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ઉકેલવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રિના સમયે ધંધુકા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે અડવાળ-બાજરડા માર્ગ પર બનાવેલા કામચલાઉ ડાયવર્જનમાં મોટા પ્રમાણમાં કાદવ-કીચડ જમા થયો હતો. યોગ્ય વ્યવસ્થાના અભાવે મુસાફરો ભરેલી એસટી બસ સહિત અનેક માલવાહક અને ખાનગી વાહનો આ કાદવમાં ફસાઈ ગયા હતા. રાત્રિના સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ જટિલ સમસ્યા અંગે 'દિવ્ય ભાસ્કર' દ્વારા આજે વહેલી સવારે જ વિગતવાર સમાચાર પ્રકાશિત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જેસીબી અને અન્ય મશીનરી ઘટનાસ્થળે મોકલી, યુદ્ધના ધોરણે રસ્તા પર મેટલિંગ અને મજબૂતીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી બાદ ડાયવર્જનને વાહન વ્યવહાર માટે ફરીથી સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દારૂ ખરીદવા અડ્ડા પર ગયા ને 12 ગ્રાહક પકડાઈ ગયા:વડોદરામાં SMCની રેડમાં 10.46 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, 12 વાહનો જપ્ત, મુખ્ય આરોપીના પાર્ટનરની પણ ધરપકડ
    Next Article
    લગ્નનો ઓર્ડર પતાવી ઘરે જતાં 2 યુવકને કાળ ભરખી ગયો:બોરસદ-આણંદ રોડ પર વાવાઝોડામાં પડેલા ઝાડને ક્રોસ કરવા જતું બાઈક એસટી બસને ટકરાયું, બાઈકસવારના ઘટનાસ્થળે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment