Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ખરીદવા અડ્ડા પર ગયા ને 12 ગ્રાહક પકડાઈ ગયા:વડોદરામાં SMCની રેડમાં 10.46 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, 12 વાહનો જપ્ત, મુખ્ય આરોપીના પાર્ટનરની પણ ધરપકડ

    6 days ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારના પંચવટી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીનો પાર્ટનર અને 12 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા અને 10.46 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો, 12 વાહન, 16 મોબાઈલ, 2,61,700 રોકડા રૂપિયા, ગ્લાસ મળીને કુલ 29,53,037 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ જુગારના અડ્ડા ઉપર અવારનવાર સપાટો બોલાવવામાં આવે છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, ગોરવા પંચવટી વિસ્તારમાં બુટલેગર ભાવેશ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતારવામાં આવે છે અને તેનો બિન્દાસ રીતે વેચાણ પણ કરવામાં આવે છે. આ દરમિયાન 19 માર્ચના રોજ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરવા ગંગાનગર ખાતે શ્રી હરિ ફ્લેટની દુકાન નંબર 1માં રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપરથી લાખોની મત્તાના દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ ખરીદી કરવા માટે આવેલા કેટલાક ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. SMCએ વિદેશી દારૂનો જથ્થો અને 12 વાહનો મળીને લાખોની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને જવાહર નગર પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. પકડાયેલા 13 આરોપી (1) કિરણ ઉર્ફે કિરૂ ચંદ્રસિંહ પરમાર, શ્રી હરિ ફ્લેટ, ગંગાનગર, ગોરવા, વડોદરા શહેર, (મુખ્ય આરોપીનો ભાગીદાર) (2) સમીર છત્રસિંહ રાવલ, રહે.ગરાસિયા રહેવાસી, ગોરવા, વડોદરા શહેર (ગ્રાહક) (3) મહેશભાઈ અરવિંદભાઈ ઠક્કર, પ્રજાપતિ ફ્લેટ, મહારાણા પ્રતાપ ચોક પાસે, વડોદરા શહેર (ગ્રાહક) (4) મહિપાલસિંહ દોલતસિંહ મહિડા, રહે.ગામ-સેરખી અંબાજી ફળિયું,વડોદરા (ગ્રાહક) (5) યુવરાજ રણજીતસિંહ સિંધા, રહે.ગામ-અંગઢ ક્રુષ્ણનગર રેલ્વે બ્રિજ પાસે, વડોદરા શહેર (ગ્રાહક) (6)મિતાંગ ગીરીશભાઈ બારીયા, જનકપુરી સોસાયટી, કરોડિયા રોડ, વડોદરા (ગ્રાહક) (7)નાનો રાયજી ભુરીયા, રહે.સામતા પોલીસ ચોકી, ગોત્રી, વડોદરા શહેર (ગ્રાહક) (8) વિશ્વજીતસિંહ પુષ્પસિંહ ચૌહાણ, તક્ષશિલા-2, ગોત્રી, વડોદરા શહેર (ગ્રાહક) (9)રાકેશ રાજેન્દ્રભાઈ પઢિયાર, રહે.92 ધરમપુરા ગામ, સ્વામિનારાયણ મંદિર પાસે, વડોદરા (ગ્રાહક) (10)કલ્પેશ પ્રહલાદભાઈ વસાવા, રહે.D/40 જીવાભાઈ પાર્ક-2, ગાયત્રી પેટ્રોલ પંપ પાસે, ગોરવા, વડોદરા (ગ્રાહક) (11)સાગર ઉર્ફે નેપાળી શંકરભાઈ નેપાળી રહે.શ્રી રામ નગર, સંતોષી મંદિર પાસે, પંચવટી, ગોરવા, વડોદરા (ગ્રાહક) (12) અજય ફતેસિંહ સોલંકી, રહે.ગંગાનગર , પંચવટી, ગોરવા વડોદરા શહેર (ગ્રાહક) (13)હરપાલસિંહ કિરીટસિંહ સોલંકી, સેક્ટર-1, IPCL ટાઉનશીપ, જવાહરનગર, વડોદરા (ગ્રાહક) વોન્ટેડ આરોપીઓ (1)દેવનાથ ઉર્ફે બાબુ વૃંદાવન યાદવ, રહે.મધુનગર ક્રોસ રોડ પાસે, ગોરવા, વડોદરા, (સપ્લાયર) (2) ભાવેશ ઉર્ફે ભાવો મનહરભાઈ પટેલ (મુખ્ય આરોપી) (3) 4 અજાણ્યા મોબાઈલ યુઝર્સ
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળના અંતિમ દિવસે ઉગ્ર સૂર:પડતર માંગણીઓ ન સ્વીકારાતા સોમવારથી ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    ભાસ્કર ઈમ્પેક્ટ:ધંધુકાના અડવાળ-બાજરડા રોડ પર ડાયવર્જન સુધારાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment