Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળના અંતિમ દિવસે ઉગ્ર સૂર:પડતર માંગણીઓ ન સ્વીકારાતા સોમવારથી ઉગ્ર આંદોલનની ચીમકી

    1 week ago

    ધંધુકા અને બાવળા વિસ્તારમાં આંગણવાડી બહેનો દ્વારા ચાલી રહેલી ત્રણ દિવસીય હડતાળ આજે સમાપ્ત થઈ છે. આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે, જો તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સોમવારથી વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, સરકારી મોબાઈલ ફોનની સુવિધા અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. બહેનોએ જણાવ્યું હતું કે, તેમણે અનેકવાર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે, પરંતુ કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે છ માસ અગાઉ આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે આદેશ આપ્યો હતો, છતાં તેનો અમલ હજુ થયો નથી. આ મુદ્દે બહેનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આંદોલનકારીઓએ જણાવ્યું કે, "અમે લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે અમારી માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ, પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. હવે અમારી પાસે ઉગ્ર આંદોલન સિવાય કોઈ વિકલ્પ નથી. "જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો સોમવારથી આંગણવાડી બહેનો દ્વારા ભૂખ હડતાલ સહિતના ઉગ્ર કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ આંદોલન વધુ વિસ્તૃત સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને સંગઠનો પણ આંગણવાડી બહેનોને સમર્થન આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 45 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી:પોલીસની સુરક્ષા હેઠળ 4000 કરતા વધુ સ્ટાફ કામગીરીમાં જોડાયો, ઝડપી કામગીરી કરી પરિણામ વહેલું જાહેર કરવા સૂચના
    Next Article
    દારૂ ખરીદવા અડ્ડા પર ગયા ને 12 ગ્રાહક પકડાઈ ગયા:વડોદરામાં SMCની રેડમાં 10.46 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, 12 વાહનો જપ્ત, મુખ્ય આરોપીના પાર્ટનરની પણ ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment