Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 45 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી:પોલીસની સુરક્ષા હેઠળ 4000 કરતા વધુ સ્ટાફ કામગીરીમાં જોડાયો, ઝડપી કામગીરી કરી પરિણામ વહેલું જાહેર કરવા સૂચના

    1 week ago

    ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતા ગુજરાત બોર્ડે, વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો હવે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટેના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારે સ્ટાફ રાખીને પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી આ વર્ષે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થઈ શકે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 18 માર્ચના પૂર્ણ થતા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં પેપર ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 454 મૂલ્યાંકન કેન્દ્ર પર અંદાજે 75 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયા છે. સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તમામ પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ 45 જેટલા પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી ચાલી રહી છે. 4000 કરતાં વધુ સ્ટાફ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પરીક્ષાના પેપરની કામગીરીમાં જોડાયા છે. પેપર ચકાસણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા ગોઠવાઈ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર પણ સ્ટ્રોંગ રૂમમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં અલગ વિષયના પેપર પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જે બાદ અલગ વિષયના શિક્ષકને પેપર ડિવાઇડ કરીને પેપર ચકાસણી માટે આપવામાં આવે છે. પેપર ચકાસણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. હથિયાર સાથે પોલીસ સ્ટાફ દ્વારા સ્ટ્રોંગ રૂમ બહાર દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વહેલા જાહેર કરવા માટે વધારે સ્ટાફ રાખીને કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પણ પેપર ચેકિંગની કામગીરી ઝડપી પૂર્ણ કરી ગુજરાત બોર્ડમાં જમાં કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. 611 બિલ્ડિંગમાં કુલ 1,73,868 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 20 ઝોન બનાવવામાં આવ્યા હતા. જેમાં 611 જેટલા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10માં 342 બિલ્ડિંગમાં 1,00,932 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 200 બિલ્ડિંગમાં 58,604 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 બિલ્ડિંગમાં કુલ 14,332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એટલે કે 611 જેટલા બિલ્ડિંગમાં કુલ 1,73,868 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. 'અંદાજે 10 દિવસમાં પેપર ચકાસણી પૂર્ણ થઈ જાય તેવા પ્રયાસ' મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના ઝોન અધિકારી ભાવિન દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. જેમાં અત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 વિષય જેમાં એકાઉન્ટ, એસપીસીસી, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અમારા સેન્ટર પર 75 કરતાં વધુ વિદ્યાર્થીઓ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયેલા છે. તેમજ વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને પરિણામ મળે તે માટે પેપર ચકાસણી પણ ઝડપી કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા ઝડપી પ્રક્રિયા પૂર્ણ જેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. અમારા સેન્ટર પર 75 કરતાં વધુ વિદ્યાર્થીઓ મૂલ્યાંકન પ્રક્રિયા કરી રહ્યા છે, જેથી અંદાજે 10 દિવસમાં પેપર ચકાસણી પૂર્ણ થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-અમદાવાદ હાઈવે રક્તરંજિત, બેનાં મોત:કાર, ટ્રક અને પીકઅપ વચ્ચે ભયાનક ટક્કર; વાહનોના કુરચેકુરચા, ચોટીલાથી દર્શન કરી પરત આવતાં ઠાકોર પરિવારને નડ્યો અકસ્માત
    Next Article
    આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળના અંતિમ દિવસે ઉગ્ર સૂર:પડતર માંગણીઓ ન સ્વીકારાતા સોમવારથી ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment