Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈવે રક્તરંજિત, બેનાં મોત:કાર, ટ્રક અને પીકઅપ વચ્ચે ભયાનક ટક્કર; વાહનોના કુરચેકુરચા, ચોટીલાથી દર્શન કરી પરત આવતાં ઠાકોર પરિવારને નડ્યો અકસ્માત

    1 week ago

    રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે આજે (20 માર્ચ) સવારે એક કાળજું કંપાવનારી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે પ્રચંડ ટક્કર સર્જાતાં હાઈવે રક્તરંજિત બન્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે, વાહનોના કુરચા બોલી ગયા હતા અને તેના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ​મૃતકોની વિગતો ​1. સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) 2. ​આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ.16 ) ઈજાગ્રસ્તોની વિગતો પીકઅપ વાન ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ ​મળતી માહિતી મુજબ, હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ત્રણ વાહન એક પછી એક એકબીજા સાથે ભટકાતાં ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બે વ્યક્તિના ઘટનાસ્થળે કરુણ મોત આ કરુણ દુર્ઘટનામાં કુલ પાંચ મુસાફર ભોગ બન્યા હતા. જેમાં બે વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દર્શન કરીને પરત ફરતા દુર્ઘટના ઘટી હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૈત્રી નવરાત્રી નિમિત્તે અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે, ચોટીલાથી સાત કિલોમીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી. કાર અને પીકઅપ વાનને ક્રેનના મદદથી ખસેડાયા ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક રહીશોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાઈવે પર અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરવા ક્રેનના મદદથી કાર અને પીકઅપ વાનને માર્ગ પરથી હટાવવામાં આવ્યા હતા. બંને મૃતદેહ ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કેશોદ પાસે દારૂ ભરેલી ઇનોવા પલટી, 3 બુટલેગર દબાઈ ગયાં જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફિલ્મી ઢબે પીછો દરમિયાન એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગર ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.​ સંપૂર્ણ અહેવાલ વાંચવાં અહીં ક્લિક કરો….
    Click here to Read More
    Previous Article
    આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો:રાજકોટમાં ધુરંધર જોવા ગયેલા ગ્રાહકે વીડિયો ઉતાર્યો, સેન્ડવીચને હટાવી મેનેજરે લૂલો બચાવ કર્યો
    Next Article
    અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 45 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી:પોલીસની સુરક્ષા હેઠળ 4000 કરતા વધુ સ્ટાફ કામગીરીમાં જોડાયો, ઝડપી કામગીરી કરી પરિણામ વહેલું જાહેર કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment