Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરના પ્રસંગમાં જ મંત્રી વાઘાણી અને નીમુબેન સાથે દાવ થયો:ભાવનગરના મિલેટ એક્સ્પોની ​આમંત્રણ પત્રિકામાંથી એકનો ફોટો તો બીજાનું નામ ગાયબ

    13 hours ago

    ​ભાવનગરમાં આવતીકાલથી બે દિવસ એટલે કે, 21 અને 22 માર્ચે ખેડૂતો અને નાગરિકોમાં મિલેટ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય 'મિલેટ એક્સ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ધાટન મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જોકે, આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને જ લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. કારણ કે, ​આમંત્રણ પત્રિકામાંથી કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નામ અને રાજ્યકક્ષાના મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાનો ફોટો જ ગાયબ છે. ખેડૂતોને જાગૃત કરવાની વાત છે પણ કૃષિમંત્રીનું પત્રિકામાં નામ જ નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આ પત્રિકામાં AAPના ધારાસભ્યનું પણ નામ છે. હવે ઘરઆંગણે પ્રસંગ હોય અને ઘરના સભ્યોના જ નામ કંકોત્રીમાં ન હોય તો ચર્ચા તો થવાની જ ને...! નિમંત્રણ પત્રિકાની વાત કરવામાં આવે તો મુખ્ય અતિથિ તરીકે કૌશિક વેકરિયાનું નામ છે. વિશેષ અતિથિથી તરીકે નિમુબેન બાંભણીયા, રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી, વિશેષ ઉપસ્થિતમાં ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીનું પણ નામ આ નિમંત્રણ પત્રિકામાં નાખવામાં આવ્યું હતું. આ બધું જિલ્લા પંચાયત કચેરીમાંથી થયું છેઃ મ્યુ. કમિશનર આ અંગે મ્યુ. કમિશનર આર. કે. મિનાને પૂછતાં જણાવ્યું હતું કે, આ અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમમાં છે, તેમાં જીતુભાઈ મુખ્ય અતિથિ તરીકે છે. રાજયકક્ષાનનો કાર્યક્રમ છે એટલે એમાં બધા જોડાશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે એટલે એ જ લોજીકથી તેનું નામ લખ્યું નથી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 16 જગ્યાએ કોર્પોરેશનમાં કાર્યક્રમ છે તે બધાને ત્યાંથી જ સંબોધવાના છે. નિમુબેન બાંભણિયાના નિમંત્રણમાં ફોટા અંગે પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બધું જિલ્લા પંચાયત કચેરીમાંથી થયું છે એ હું જોડાવી લઉં છું. એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના લાઈવ ફૂડ સ્ટોલ કાલના કાર્યક્રમની વિગત એવી છે કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે 21 અને 22 માર્ચે ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ હશે મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતા. ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    4 ચોપડી ભણેલો ચોર ATM પીન બદલી ખેલ કરતો:ઊંઘની ગોળીઓ આપી ટ્રેનમાં મુસાફરને બેભાન કરી દેતો, ટ્રીપમાં નીકળી દેશભરમાં ચોરીઓ કરી; અમદાવાદ રેલવે પોલીસે દબોચ્યો
    Next Article
    ગામડાઓમાં 24x7 શુદ્ધ પાણી પહોંચાડવા ગુજરાત-કેન્દ્ર વચ્ચે MoU:સંચાલન-જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment