Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 ચોપડી ભણેલો ચોર ATM પીન બદલી ખેલ કરતો:ઊંઘની ગોળીઓ આપી ટ્રેનમાં મુસાફરને બેભાન કરી દેતો, ટ્રીપમાં નીકળી દેશભરમાં ચોરીઓ કરી; અમદાવાદ રેલવે પોલીસે દબોચ્યો

    4 days ago

    ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને તેમની સાથે ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ઊંઘની ગોળી ભેળવી બેહોશ કર્યા બાદ રોકડ રકમ, કિંમતી દાગીના, મોબાઈલ ફોનના સીમકાર્ડ, એટીએમની ચોરી કરનાર આરોપીને અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ધો. 4 અભ્યાસ કરેલો આરોપી 15 દિવસ માટે ટુર ઉપર નીકળી જતો હતો અને દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં પોતાનો શિકાર કરતો હતો. મોબાઇલ ફોન ચોરી કરવાની જગ્યાએ તેમાંથી માત્ર સીમકાર્ડ કાઢી લેતો અને સાથે ચોરેલા એટીએમ કાર્ડનો પીન બદલીને રોકડ ઉપાડી લેતો હતો. રેલ્વે એલસીબીની ટીમ દ્વારા દિલ્હી ખાતે આરોપીના ઘરે સાત દિવસ મજૂર ફુગ્ગા વાળા અને લારીવાળા બનીને વોચ ગોઠવી છેવટે ઘરે આવતા દબોચી લીધો હતો. પોલીસે આખા રાજ્યના રેલ્વે ચોરીના 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઊંઘની દવા ભેળવીને બેહોશ કરી મુસાફર પાસેથી ચોરી કરતો અમદાવાદ પશ્ચિમ રેલવેના DYSP ચેતન મુંધવાએ જણાવ્યું હતું કે, અમદાવાદ રેલવે પોલીસમાં ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કરીને તેમની ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ઊંઘની દવા અલ્પ્રાઝોલમ ભેળવીને તેને બેહોશ કરી મુસાફરની પાસે રહેલા કીમતી દાગીના રોકડ રકમ તેના મોબાઈલ ફોનના સીમકાર્ડ સહિતની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇને રેલ્વે એલસીબીના પીઆઇ જયદીપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ વગેરે તપાસવામાં આવ્યા હતા જેના આધારે દિલ્હી ખાતે રહેતા અમિતકુમાર ઠાકુર નામના વ્યક્તિ દ્વારા આવા ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે રેલવે એલસીબીના પીઆઇની ટીમ દિલ્હી ખાતે આવેલા હૈદરપુર ખાતે તેના ઘરની આસપાસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આરોપીને પકડવા પોલીસ 7 દિવસ ગોથે ચડી ત્યારે દબોચાયો આરોપીને પકડવા પહોંચી ત્યારે તેના ઘરે હાજર નહોતો જેથી સાત દિવસ સુધી આરોપીને પકડવા માટે તેના ઘરની આસપાસ ફ્રુટની લારી, શાકભાજીની લારી અને ફુગ્ગાવાળા સહિત અલગ અલગ વેશ ધારણ કરી અને એલસીબીના પોલીસ કર્મીઓ ગોઠવાઈ ગયા હતાં. આરોપી ઘરે આવતાની સાથે જ તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ દિલ્હી ખાતેથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈ અને અમદાવાદ પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 15 દિવસ ટ્રેનોના ટૂરમાં નીકળી દેશભરમાં ચોરીને અંજામ આપતો આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન નજીક રહે છે વર્ષ 2022થી આ પ્રમાણે તે ગુનાઓને અંજામ આપી રહ્યો છે. મુસાફરોને લૂંટી લેવા માટે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવતો હતો. કોઈપણ રાજ્યમાં જતી ટ્રેનમાં તે પોતાનો શિકાર કરતો હતો. 15 દિવસ સુધી તે અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં જતો હતો. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ત્યારબાદ પરત દિલ્હી આવતો હતો. ખાણીપીણીમાં દવાને ભેળવી બેહોશ કરી દેતો ટ્રેનમાં સ્લીપર કોચમાં આરોપી ટિકિટ લઈને મુસાફરી કરતો, ત્યારબાદ કોઈ એકલ દોકલ મુસાફર હોય તો તેની સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ કોઈપણ રેલવે સ્ટેશન પરથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં તેની પાસે રહેલી દવાને ભેળવી તેને બેહોશ કરી દેતો હતો. ત્યારબાદ તેની પાસે રહેલી રોકડ રકમ કીંમતી દાગીના અને મોબાઈલ ફોનનું સીમકાર્ડ તેમજ એટીએમ કાર્ડ લઈ લેતો હતો. આ રીતે ચોર ATM પીન બદલી ખેલ કરતો જ્યારે ગુનાને અંજામ આપી દેતો ત્યારબાદ જે પહેલું રેલ્વે સ્ટેશન આવે ત્યાં ઊતરી જતો હતો અને ત્યારબાદ તેની પાસે રહેલા એક મોબાઇલ ફોનમાં સીમકાર્ડ નાખી દેતો હતો. નજીકના એટીએમમાં જઈને એટીએમ કાર્ડ નાખતો તેમાં મોબાઈલ નંબર નાખી ચેન્જ પીનનું ઓપ્શન આવે તેમાં પીન નંબર બદલી અને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપીએ ધોરણ ચાર સુધી જ અભ્યાસ કર્યો છે આરોપી ચોરીના પૈસાથી જ રેલ્વેમાં ટિકિટ બુક કરાવતો અને ત્યારબાદ મુસાફરી કરી અને આ પ્રમાણે ટાર્ગેટ કરતો હતો. આરોપી ધોરણ ચાર સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ તેને એટીએમ કાર્ડમાં પૈસા ઉપાડવા માટે મોબાઇલ ફોન ચોરી કરવાની જગ્યાએ માત્ર સીમકાર્ડ કાઢી લેતો હતો અને આ સીમકાર્ડ કાઢી અને એટીએમમાંથી પૈસા કાઢીને પણ લઈ લેતો હતો. 2 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ સાથે દબોચી લીધો વર્ષ 2022થી આરોપી ગુનાને અંજામ આપી રહ્યો છે. આરોપી દ્વારા અમદાવાદથી કલકત્તા રાજસ્થાન, બિહાર, ગોરખપુર, યુપી તેમજ મુંબઈથી પશ્ચિમ બંગાળ રાજસ્થાન અલગ-અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં આરોપી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા બે લાખ રૂપિયા, ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી વસ્તુઓ ના લેવી જોઈએ અમદાવાદ રેલવે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ટ્રેનમાં મુસાફરી દરમ્યાન યાત્રીઓએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા પીવાની વસ્તુઓ જેવી કે જ્યુશ, બિસ્કીટ, પાણી, ચા, પુરી-શાક વગેરે ન ખાવું જોઈએ. કારણકે ગુનેગારો દ્વારા આ પ્રકારની વસ્તુઓમાં કેફી પદાર્થ ભેળવેલું હોવાથી યાત્રીઓના જીવને જોખમ તેમજ કિંમતી દાગીના અને રોકડ રકમ, મોબાઇલ ફોન, લેપટોપ જેવી કિંમતી વસ્તુઓ ચોરી થવાની પૂરી શક્યતા રહેલી છે. જો આવો કોઇ બનાવ બને તો તાત્કાલિક રેલ્વે હેલ્પલાઈન નંબર 139 પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના ડો. આંબેડકર પાર્કમાં તોડફોડ:લોકાર્પણના એક સપ્તાહમાં ટોય ટ્રેનને નુકસાન, ચોરીનો પ્રયાસ CCTVમાં કેદ
    Next Article
    ઘરના પ્રસંગમાં જ મંત્રી વાઘાણી અને નીમુબેન સાથે દાવ થયો:ભાવનગરના મિલેટ એક્સ્પોની ​આમંત્રણ પત્રિકામાંથી એકનો ફોટો તો બીજાનું નામ ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment