Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર:હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ, CCTV સહિત તમામ એંગલથી પોલીસની તપાસ શરૂ

    1 day ago

    પાટણ શહેરના સાંઈબાબા મંદિર નજીક ચોકડી પાસે આવેલી હોટલ 89માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પાટણ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી પાટણ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ભોંયના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલા પાસેથી કોઈપણ પ્રકારનો ઓળખનો પુરાવો મળ્યો નથી. જેના કારણે હાલ તેની ઓળખ સ્થાપિત થઈ શકી નથી. હોસ્પિટલ ખાતે ડૉક્ટરોની ટીમ દ્વારા પંચનામું પૂર્ણ થયા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ થશે સ્પષ્ટ મહિલાનું મોત હત્યાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી. પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. CCTV ફૂટેજના આધારે તપાસ તેજ ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ દ્વારા હોટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ મહિલાની ઓળખ મેળવવા અને ઘટનાની હકીકત સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક ગેંગના સભ્યોની કરોડોની મિલકતો થઈ જપ્ત:વંથલીના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ ભૂતકાળમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલી રવની ગેંગના આરોપીઓની અઢી કરોડથી વધુની ગેરકાયદેસર મિલકતો જપ્ત
    Next Article
    યુવક અને પરિવાર પર 9 શખ્સો તૂટી પડ્યા:'જીપીએસ લગાડી દારૂના કેસમાં ફસાવ્યાની' શંકાએ બોરડી ગેટ પાસે હુમલો, ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment