Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટે આસારામની હંગામી જામીન અરજી નકારી:આસારામે 20 દિવસના જામીન માંગ્યા, રાજસ્થાન હાઇકોર્ટ તરફથી 20 દિવસના પેરોલ મળ્યા હતા

    6 hours ago

    ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને વર્ષ 2023માં દુષ્કર્મના કેસ હેઠળ આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી. આ આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં તેની અપીલ પેન્ડિંગ છે. આસારામે ગુજરાત હાઇકોર્ટમાં 20 દિવસના હંગામી જામીન માંગતા રજૂઆત કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટે 3 ઓગસ્ટ, 2026 ના આદેશથી અરજદારને 20 દિવસની પ્રથમ પેરોલ મંજૂર કરી છે, પરંતુ ગુજરાતના જેલ તંત્ર દ્વારા NOC આપવામાં આવ્યું નથી. જો ગુજરાત હાઇકોર્ટ 20 દિવસના હંગામી જામીન નહીં આપે, તો રાજસ્થાન હાઇકોર્ટનો આદેશ માત્ર કાગળ પરનો આદેશ બની રહેશે. સમાજ માટે કે સાક્ષીઓ માટે કોઈ જોખમ ઊભું કર્યું નથી અરજદારે ભૂતકાળમાં મળેલા જામીનનો કોઈ ગેરઉપયોગ કર્યો નથી કે, સમાજ માટે કે સાક્ષીઓ માટે કોઈ જોખમ ઊભું કર્યું નથી. અરજદારની 87 વર્ષની વયને ધ્યાને રાખીને કોર્ટે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. અરજદાર બે રાજ્યોમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે ગુજરાતના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગના DIG એ 18 ઓગસ્ટ, 2026ના પત્રથી ફર્લો આપવાની વિનંતી ફગાવી દીધી હતી. અરજદાર બે રાજ્યોમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે અને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાથી, ગૃહ વિભાગના 1995 પરિપત્ર મુજબ જેલ સત્તામંડળ પેરોલ મંજૂર કરી શકે નહીં કે NOC આપી શકે નહીં. માત્ર જે-તે અપીલ અદાલત જ જામીન પર મુક્ત કરી શકે. પેરોલ એ કોઈ કાનૂની હક નથી સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, હંગામી જામીન માટે કોર્ટની સત્તાનો ઉપયોગ કરવા માટે કોઈ ચોક્કસ કે સ્વતંત્ર કારણ જેમાં કે મેડિકલ કન્ડીશન જેવું દર્શાવવામાં આવ્યું નથી. પેરોલ એ કોઈ કાનૂની હક નથી. સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટ, 2026 ના આદેશમાં અરજદારની આરોગ્ય વિષયક રજૂઆતો ધ્યાને લીધી હતી અને AIIMS જોધપુરના અહેવાલ મુજબ જરૂર પડે તો તબીબી મદદગાર રાખવાની છૂટ આપી હતી. જો અરજદારનું સ્વાસ્થ્ય બગડે, તો જ તેમને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવાની મુક્તિ આપેલી છે. કોર્ટે આસારામની હંગામી જામીન અરજી નામંજૂર કરી ગુજરાત હાઇકોર્ટ નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા 6 ઓગસ્ટ, 2026 ના રોજ અરજદારને એવી છૂટ આપવામાં આવી છે કે જો તેમનું સ્વાસ્થ્ય બગડે તો તેઓ સીધા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આપેલી આ છૂટને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખવા માટે કોઈ યોગ્ય કારણ ન જણાતાં અરજદારની હંગામી જામીન અરજી નામંજૂર કરી છે.
    Click here to Read More
    Previous Article
    नेपाल की तबाही के बाद उत्तराखंड अलर्ट मोड में, सरस्वती ताल और केदारताल का वैज्ञानिक सर्वे शुरू
    Next Article
    દ્વારકા પોલીસે ગુમ થયેલા યુવકને CCTVથી શોધ્યો:ખેડાના સુરેશભાઈ તૈલીને પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment