Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ કેસમાં પિતા-પુત્ર જેલના સળિયા પાછળ:યુવકે તરસાલી બ્રિજ નજીક હોટેલમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, પરિવારને ધમકી આપી હતી

    6 hours ago

    વડોદરાના તરસાલી વિસ્તારમાં યુવકે સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસમાં કપુરાઈ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંનેને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. લગ્નની ખાતરી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા વડોદરાના તરસાલીમાં રહેતો દીપ વિશાલભાઈ બર્મન સગીરાને પોતાની બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે-48 પર તરસાલી બ્રિજ નજીક આવેલી હોટેલ તેમજ પોતાના ઘરે લઈ જઈ સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ દરમિયાન દીપે સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેએ સગીરાને પરિવારજનોને ધમકી આપી સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન બંનેએ પરિવારજનોને ધમકી આપી હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટનો બંને આરોપીઓને જેલની કસ્ટડી મોકલવા હુકમ ફરિયાદના આધારે પોલીસે દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં પિતા-પુત્રને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા પોલીસે ગુમ થયેલા યુવકને CCTVથી શોધ્યો:ખેડાના સુરેશભાઈ તૈલીને પરિવાર સાથે મિલન કરાવ્યું
    Next Article
    PM Modi-Putin Meeting से पहले ही US पर बरसा Russia? India के साथ होगी कौन सी डील? BRICS Summit 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment