Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામડાઓમાં 24x7 શુદ્ધ પાણી પહોંચાડવા ગુજરાત-કેન્દ્ર વચ્ચે MoU:સંચાલન-જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપાશે

    10 hours ago

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગ્રામ્ય જનતાને મળશે. આ કરાર હેઠળ હવે ગામોમાં દરેક ઘરમાં નળ દ્વારા નિયમિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પહોંચાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પાણી સપ્લાય માત્ર ઉપલબ્ધ જ નહીં, પરંતુ સતત (regular supply), શુદ્ધ (quality check) અને ટકાઉ (sustainable) રહે તે માટે નવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. સ્થાનિક સ્તરે જ પાણીનું સંચાલન અને જાળવણી થશે આ યોજના મુજબ ગ્રામ પંચાયતોને પાણી પુરવઠાની જવાબદારી સોંપવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે જ પાણીનું સંચાલન અને જાળવણી થઈ શકે. વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટિ (VWSC) દ્વારા પાણીના ઉપયોગ, મેન્ટેનન્સ અને મોનિટરિંગ કરવામાં આવશે. પાણી બચાવવા લોકોને જાગૃત કરાશે ડિજિટલ ટ્રેકિંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ પ્લેટફોર્મનો ઉપયોગ થશે, જેના કારણે પાણી પુરવઠા પર નજર રાખવી સરળ બનશે. સાથે જ પાણીની ગુણવત્તા ચકાસણી, ‘નલ જલ મિત્ર’ જેવી વ્યવસ્થાઓ અને જાગૃતિ અભિયાનથી લોકોમાં પાણી બચત અંગે સમજણ વધારાશે. આ MoU હેઠળ કેન્દ્ર સરકાર ફંડિંગ અને માર્ગદર્શન આપશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ કરશે. 2028 સુધીમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત અને સતત બનાવવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી ગ્રામ્ય પરિવારોને દૈનિક જીવનમાં પાણીની તકલીફ ન રહે.
    Click here to Read More
    Previous Article
    ઘરના પ્રસંગમાં જ મંત્રી વાઘાણી અને નીમુબેન સાથે દાવ થયો:ભાવનગરના મિલેટ એક્સ્પોની ​આમંત્રણ પત્રિકામાંથી એકનો ફોટો તો બીજાનું નામ ગાયબ
    Next Article
    જિલ મકવાણાએ કરાટેમાં રચ્યો નવો ઇતિહાસ:આસામમાં યોજાનારી ઓલ ઇન્ડિયા ગેમ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી બે ઇવેન્ટમાં ટકરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment