Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ મકવાણાએ કરાટેમાં રચ્યો નવો ઇતિહાસ:આસામમાં યોજાનારી ઓલ ઇન્ડિયા ગેમ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી બે ઇવેન્ટમાં ટકરાશે

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત ક્ષેત્રે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કરાટેમાં પ્રથમવાર યુનિવર્સિટીની ટીમે ઓલ ઇન્ડિયા ક્વોલિફિકેશન મેળવીને મેદાન માર્યું છે. કુલપતિ ડૉ. ઉત્પલ જોષીના હકારાત્મક અભિગમ અને સ્પોર્ટ્સ પ્રત્યેના પ્રોત્સાહનને કારણે વર્ષો બાદ ફરી સક્રિય થયેલી કરાટે ગેમે યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. જિલ મકવાણાની ડબલ ધમાકેદાર સિદ્ધિ યુનિવર્સિટીની પ્રતિભાશાળી ખેલાડી જિલ મકવાણાએ પોતાની અદભૂત રમતથી ઇતિહાસ સર્જ્યો છે. તે કરાટેની બંને મહત્વની કેટેગરીમાં ક્વોલિફાય થનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે. જિલે કાતા ઇવેન્ટમાં ટોપ 16માં સ્થાન મેળવ્યું છે, જ્યારે કુમિતે (ફાઇટ) ઇવેન્ટમાં તેણે ટોપ 8માં સ્થાન સુરક્ષિત કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. આસામમાં ગુંજશે સૌરાષ્ટ્રનું નામ આ શાનદાર પ્રદર્શન બાદ હવે જિલ મકવાણા આસામ ખાતે યોજાનાર ‘ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી કરાટે ગેમ્સ 2025-26’ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. જિલ તેના કોચ નિતેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ સખત તાલીમ લઈ રહી છે. કોચના સમર્પણ અને જિલની મહેનતને કારણે આ અનોખી સિદ્ધિ શક્ય બની છે. ગૌરવગાન અને અભિનંદન આ સફળતા બદલ કુલપતિ ડૉ. ઉત્પલ જોષી, રજીસ્ટ્રાર તેમજ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા દ્વારા ખેલાડી જિલ, કોચ તેમજ મેનેજર પાંડવ નિતીન અને વિક્રમ ટોડીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સૌએ આશા વ્યક્ત કરી છે કે જિલ આગામી નેશનલ સ્પર્ધામાં પણ ગુજરાતનું નામ ઉજ્જવળ કરશે.
    Click here to Read More
    Previous Article
    ગામડાઓમાં 24x7 શુદ્ધ પાણી પહોંચાડવા ગુજરાત-કેન્દ્ર વચ્ચે MoU:સંચાલન-જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપાશે
    Next Article
    Watch: Virat Kohli Totally Stumped As RCB's Rs 10.75 Crore Star Bowls Sensational Yorker Ahead Of IPL 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment