Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વીજ સબ સ્ટેશન પર વૃક્ષ પડ્યું:મધરાત સુધી કવાયત બાદ વીજ પુરવઠો પૂર્વવત કરાયો

    1 week ago

    જામનગરમાં ગતરોજ આવેલા મિની વાવાઝોડાને કારણે સત્યનારાયણ મંદિર રોડ પરના વીજ સબ સ્ટેશન પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેને પુનઃસ્થાપિત કરવા માટે વીજતંત્ર દ્વારા મધરાત સુધી કવાયત હાથ ધરવામાં આવી હતી. આઝાદ બાગનું આ વૃક્ષ વીજ સબ સ્ટેશન પર તૂટી પડતાં ભારે નુકસાન થયું હતું. એક વીજ થાંભલો પણ વાંકો વળી ગયો હતો અને વાયરો તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે હજારો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ સબ સ્ટેશન પરથી વૃક્ષના અવશેષો હટાવવા માટે હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તૂટેલા વીજ વાયરોના પુનઃજોડાણ માટે મહાનગરપાલિકાની ટીમના સહયોગથી વીજતંત્ર દ્વારા અડધી રાત સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન સત્યનારાયણ મંદિર રોડ પરનો વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો. આખરે, મધરાતે 12 વાગ્યે સમારકામ પૂર્ણ થતાં વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. જામનગર જિલ્લા સહિત હાલાર પંથકમાં અચાનક પલટાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથેના વરસાદ વચ્ચે અન્ય એક ઘટના પણ સામે આવી હતી. કાલાવડ તાલુકાના શનાળા ગામે એક ખેડૂતના મકાન પર આકાશી વીજળી ત્રાટકી હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનની મજબૂત છતમાં મોટું ગાબડું પડી ગયું હતું. પરિવારે જાનહાનિ ટળતા રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઝાદ બાગમાં કમ્પાઉન્ડ વોલ પાસે અન્ય ઘણા જોખમી વૃક્ષો આવેલા છે, જે આસપાસના રહેણાંકો પર તૂટી પડવાનો ભય ધરાવે છે. સ્થાનિકો પર ઝળુંબતા આ જોખમને ટાળવા માટે આવા વૃક્ષોનું નિયંત્રિત છેદન કરવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નબીપુર પંથકમાં આખી રાત વીજળી ગુલ:કમોસમી વરસાદથી પુરવઠો ખોરવાયો, ગ્રામજનોમાં રોષ
    Next Article
    રાજકોટમાં 3000 યુવાનોની બાઇક રેલી સાથે ચેટીચંડ ઉજવાઈ:ભગવાન ઝૂલેલાલના ભવ્ય રથ, વિન્ટેજ કાર, ડીજે સાથેની શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી, રેસકોર્સમાં કાર્યક્રમ સ્થળે વરસાદને લીધે મંડપ ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment