Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નબીપુર પંથકમાં આખી રાત વીજળી ગુલ:કમોસમી વરસાદથી પુરવઠો ખોરવાયો, ગ્રામજનોમાં રોષ

    1 week ago

    ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. નબીપુર, બંબુસર, જંગાર, માંચ અને સિતપોણ સહિતના ગામોમાં આખી રાત અંધારપટ છવાયો હતો. ગ્રામજનોએ GEBના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમના મતે, સમયસર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ થયો હતો. ગામના સરપંચે જણાવ્યું કે, વારંવાર રજૂઆતો છતાં યોગ્ય કામગીરી થતી નથી. સ્થાનિક યુવાનોની મદદથી રાત્રે લગભગ 4 વાગ્યે વીજ પુરવઠો ફરી શરૂ કરી શકાયો હતો. આ વિસ્તારોમાં જૂના અને નબળા વીજ પોલ તેમજ લાઈનોની આસપાસ ઉગી નીકળેલા ઝાંખરાને કારણે સમારકામની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. ગ્રામજનોએ તાત્કાલિક જૂના વીજ પોલ બદલવા અને વીજ લાઈનોની આસપાસ સફાઈ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જજ સામે નકલી વકીલ દલીલ કરે એવી સ્થિતિ:રાજસ્થાન, હિમાચલ, સિક્કિમની યુનિ.ની અસલી ડિગ્રીનો ગુજરાતમાં વેપાર; 2.80 લાખમાં LLBની માર્કશીટ વેચતા એજન્ટ કેમેરામાં કેદ
    Next Article
    જામનગરમાં વીજ સબ સ્ટેશન પર વૃક્ષ પડ્યું:મધરાત સુધી કવાયત બાદ વીજ પુરવઠો પૂર્વવત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment