Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ખેતીને નુકસાન:ઘઉં, ચણા, જીરું સહિતના પાકને અસર, ખેડૂતો ચિંતિત

    4 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકને અસર થઈ છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા થોડા સમય માટે નાસભાગ મચી હતી. આ કુદરતી આફતથી ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. ગઢડા શહેર ઉપરાંત અડતાળા, લાખણકા, ખોપાળા, ઢસા, માંડવધાર, ગોરડકા, કેરાળા, રામપરા, રોજમાળ, રણીયાળા, સમઢીયાળા, પીપળ, ગુંદાળા, પાટણા, ટાટમ, ભીમદાડ, લીંબાળી, લીંબડીયા સહિતના ગામોમાં નુકસાન નોંધાયું છે. ઘઉં, ચણા, જીરું, નિરણ અને વરિયાળી જેવા પાકોને ભારે અસર થઈ છે. કેટલાક ખેડૂતોનો કપાસ વીણવાનો બાકી હતો તે પણ પલળી ગયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ચણા અને ઘઉંના પૂળા પણ પલળી ગયા હતા. જોરદાર પવનના કારણે ઊભા ઘઉંના પાકને પણ નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો પર વારંવાર કુદરતી આફત આવી રહી છે. અગાઉના માવઠાના મારથી હજુ ખેડૂતો બેઠા થયા ન હતા ત્યાં ફરી આ નુકસાન થયું છે. ગઢડા પંથકના ખેડૂતો સરકાર દ્વારા તાત્કાલિક મદદ મળે તેવી આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સિંધી સમાજે ચેટીચંદ પર્વની ઉજવણી કરી:ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    મોડીરાત સુધી લાઈટ ન આવતા લોકોની ધીરજ ખૂટી:કારેલીબાગ વિસ્તારના રહીશોનો ઈજનેર કચેરીએ હોબાળો; વાવાઝોડાને કારણે ફીડર બંધ થયા હતાઃ ડેપ્યુટી ઈજનેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment