Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડીરાત સુધી લાઈટ ન આવતા લોકોની ધીરજ ખૂટી:કારેલીબાગ વિસ્તારના રહીશોનો ઈજનેર કચેરીએ હોબાળો; વાવાઝોડાને કારણે ફીડર બંધ થયા હતાઃ ડેપ્યુટી ઈજનેર

    6 days ago

    વડોદરા શહેરમાં ગત મોડી સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ પવનના કારણે શહેરમાં 11 જેટલા ઝાડ ધરાશાઈ થયા હોવાના કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યા હતા. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વડોદરા શહેરમાં સબ સ્ટેશન બંધ થતા 20થી વધુ ફીડરો ઠપ થતા હજારો ઘરોમાં અંધારપટ છવાયો હતો. આ કારણે કેટલાક વિસ્તારમાં લોકો વીજ કંપનીની ઓફિસે જઈ હોબાળો મચાવ્યો હતો. હાજર કર્મી અને લોકો વચ્ચે બબાલ શહેરના કારેલીબાગ વિસ્તારમાં વીજ પુરવઠો સમયસર ન આવતા કારેલીબાગ વિસ્તારમાં રહીશો MGVCL કારેલીબાગ પેટ વિભાગ ખાતે નાયબ ઈજનેર કચેરી પહોંચી હોબાળો મચાવ્યો હતો. અહીંયા હાજર કર્મી અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. સાથે આ મામલે લોકોએ જવાબદાર અધિકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વીજ પુરવઠો ચાલુ કરવો સેફ્ટી પ્રોટોકોલ મુજબ મુશ્કેલઃ ડેપ્યુટી એન્જિનિયર આ મામલે અમે કારેલીબાગ નાયબ ઈજનેર કચેરીના ડેપ્યુટી એન્જિનિયર પંકજ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રે વાવાઝોડા બાદ શરૂઆતના એક કલાકમાં એક બાદ એક છથી સાત ફીડર બંધ થયા હતા. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવો તે સેફ્ટી પ્રોટોકોલ મુજબ મુશ્કેલ હોય છે. વાવાઝોડું બંધ થયા બાદ એક પછી એક ફીડર પર પુરવઠો શરૂ કરતા રાત્રિના અગિયાર વાગ્યા હતા, જેથી સ્થાનિક લોકોએ કચેરી આવી હોબાળો મચાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ખેતીને નુકસાન:ઘઉં, ચણા, જીરું સહિતના પાકને અસર, ખેડૂતો ચિંતિત
    Next Article
    લાદેન આ ગુજરાતી સિંગરનો હતો જબરો ફૅન:અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment