Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સિંધી સમાજે ચેટીચંદ પર્વની ઉજવણી કરી:ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

    11 hours ago

    સિંધી સમાજ દ્વારા ચૈત્ર સુદ બીજ, શુક્રવારના રોજ ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ અને નૂતન વર્ષ 'ચેટીચંદ'ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ચાચરિયા ચોક ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચાચરિયા ચોકમાં બિરાજમાન ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન, કુળદેવી હિંગળાજ માતાજી અને અખંડ જ્યોત સાહેબના સાનિધ્યમાં વહેલી સવારથી ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો. તારીખ 20/03/2026ના રોજ સવારે 8:00 વાગે નિજ મંદિરે ભગવાનનો શાહી શણગાર કરવામાં આવ્યો. સ્નાનવિધિ નરેશ પોહાણી દ્વારા, વસ્ત્ર પહેરામણી મહેન્દ્ર ઠક્કર દ્વારા અને મુગટ કવચ-કુંડળ વિધિ ચંદીરામ ઠક્કર દ્વારા સંપન્ન થઈ. આ ઉપરાંત, દુશાલા વિધિ અને તિલક વિધિ રૂપચંદ ઠક્કર દ્વારા, હાર પહેરામણી નાનુંમલ ઠક્કર દ્વારા તેમજ ધજા પૂજન જય ઝૂલેલાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું. પરંપરાગત રીતે સવારની આરતી ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર (બેબાસેઠ) પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે કરવામાં આવી. ઉત્સવ દરમિયાન સવારના નાસ્તાની વ્યવસ્થા દિનેશ નારવાણી અને ચંદ્રકાંત ઠક્કર દ્વારા કરાઈ હતી, જ્યારે શરબતની સેવા રાજેશકુમાર ઠક્કર દ્વારા પૂરી પાડવામાં આવી. ચાચરિયા ચોકમાં આયોજિત ભૈરાણાં કાર્યક્રમમાં ઝૂલેલાલ રાસ મંડળના ભજનો પર શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક જોડાયા. આ પ્રસંગે માટલીમાં મીઠા ભાત, ચણા, લવિંગ, ઈલાયચી, કેસર અને સુકામેવા ધરાવી તેને જળમાં પ્રવાહિત કરવાની વિધિ પણ કરવામાં આવી. બપોરના સમયે ખાડિયા મુકામે ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરાયું. દિવસ દરમિયાન મહાપ્રસાદીનો લાભ શકનભાઈ ગોપાલદાસ ઠક્કરે લીધો, જ્યારે ભેરાણા સાહેબની આરતી યોગેશકુમાર ઘનશ્યામદાસ હરવાણી દ્વારા કરવામાં આવી. સાંજના સમયે ગિરધારીલાલ ઠક્કરના યજમાનપદે રથ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવમાં પાટણના સિંધી સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નૂતન વર્ષની વધામણી કરી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ':CM ભૂપેન્દ્ર પટેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે; પ્રથમવાર રૂ. 3 કરોડનો વીમો લેવાયો
    Next Article
    ગઢડામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ખેતીને નુકસાન:ઘઉં, ચણા, જીરું સહિતના પાકને અસર, ખેડૂતો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment