Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ભારે પવનથી ભાજપ પ્રમુખના કાર્યક્રમનો ડોમ ઉડ્યો:મોડી સાંજે વરસાદ સાથે વાતાવરણમાં પલટો, વીજળી ગુલ

    6 days ago

    છોટા ઉદેપુર જિલ્લામાં મોડી સાંજે ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વાવાઝોડામાં ભાજપના પ્રદેશ પ્રમુખના આગામી કાર્યક્રમ માટે તૈયાર કરાયેલો ડોમ ધરાશાયી થઈ ગયો હતો. જિલ્લાના પાવીજેતપુર, બોડેલી, કવાંટ અને નસવાડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે સંખેડા, બહાદરપુર અને છોટા ઉદેપુર ખાતે ભારે વાવાઝોડું અને ત્યારબાદ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છોટા ઉદેપુરની મુલાકાત લેવાના છે. તેમના કાર્યક્રમ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો હતો, જે ભારે વાવાઝોડામાં તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના પગલે સ્થાનિક જનતાને અંધારાનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દારૂની હવે ટ્રાન્સપોર્ટથી હેરફેર:રાજસ્થાનથી કાપડનું બિલ બનાવી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલ્યો, પોર્ટર મારફતે કુબેરનગર આવતા પોલીસે ઝડપી લીધો
    Next Article
    ગોધરા મહુલીયા ચોકડી પાસે ઈકો-બાઈક અકસ્માત:એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment