Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હવે ટ્રાન્સપોર્ટથી હેરફેર:રાજસ્થાનથી કાપડનું બિલ બનાવી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલ્યો, પોર્ટર મારફતે કુબેરનગર આવતા પોલીસે ઝડપી લીધો

    1 week ago

    રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો હવે અન્ય રાજ્યમાંથી દારૂ જાતે લેવા જવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને દારૂ મંગાવી રહ્યા છે. સરદારનગર પોલીસે માલસામાન હેરફેર કરતી કંપની પોર્ટર મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી કપડાના માલનું બિલ બનાવીને ટ્રાન્સપોર્ટમાં માલ નારોલ ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાંથી પોર્ટર મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂ મંગાવ્યો હતો. પોલીસે પોર્ટરમાં લઈ જવાતા વાહનમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂને પોર્ટર કરાવ્યો અમદાવાદનું સરદારનગર વિદેશી અને દેશી દારૂનું હબ ગણવામાં આવે છે જ્યાં સૌથી વધારે દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે હવે બુટલેગરો પોતાનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફતે કોઈ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મંગાવે છે અને ત્યાંથી માલ સામાન હેરફેર કરતા વાહનોમાં મંગાવી લે છે જેના કારણે પોલીસના ધ્યાન ઉપર જલ્દી આવતું નથી. જોકે સરદારનગર પોલીસે પોર્ટર મારફતે મંગાવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીઆઇ એસ.એ ગોહિલને બાતમી મળી હતી કે પોર્ટર મારફતે ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો કુબેરનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે બાતમીવાળા ટેમ્પોને મહાવીર કસરત શાળા પાસે રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવરનું નામ પૂછતા તેનું નામ ભગવતીપ્રસાદ ભાવસાર હોવાનું જણાવ્યું હતું અને પોતે પોર્ટરમાં ટેમ્પો ચલાવતા હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોમાં 20 બોક્સ મળ્યા પોલીસે ટેમ્પો ખોલીને જોતા તેમાં પાંચ જેટલા મોટા પાર્સલ મળી આવ્યા હતા. 20 જેટલા બોક્સ મળી આવ્યા હતા. જે તમામ બોક્સ ખોલીને જોતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો હોવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેમ્પો છેલ્લા ત્રણ વર્ષથી પોર્ટરમા ચલાવે છે. પોતે ટેમ્પો લઇ પોર્ટરના કામથી નીકળેલ હતા. નારોલ ગામમાં ટેમ્પો લઇ જતા હતા તે દરમિયાન પોર્ટર એપ્લીકેશન ઉપર એક ઓર્ડર દેવડીવાલા કંમ્પાઉન્ડ નારોલ ગામ ખાતેથી પાર્સલ લઇ સી વોર્ડ કુબેરનગરના ઓર્ડરને એપ્લીકેશનમાં એકસેપ્ટ કર્યો હતો. કપડાના માલનું બિલ આપ્યું કે.બી.લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ લેવાના હોય જેથી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં હાજર વ્યક્તિએ બે પાવતી તથા દર્શના ફેશન જયપુર રાજસ્થાન અને જયપુરી પ્રિન્ટ કલોથનું બિલ આપ્યું હતું અને પાર્સલ ટેમ્પામાં ભરી દેતા તેઓ નીકળ્યા હતા. ઓર્ડર બુક કરાવનાર વ્યક્તિના મોબાઈલ ફોન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે તમે લોકેશન ઉપર હાજર રહો ત્યાં લોકેશન પર પ્રદીપ રામચંદાણી સફેદ કલરનુ બર્ગમેન મોપેડ પર આવી પાર્સલ લઇ જશે. જે ટેમ્પો લઈને ઊભા હતા અને દરમિયાનમાં પોલીસે તેમના આ ટેમ્પામાં તપાસ દારૂ મળી આવ્યો હતો. પોલીસે માલ જપ્ત કરી ટેમ્પો ચાલકને જવા દીધો ટેમ્પાના ડ્રાઇવર આ મુદ્દામાલ વિશે કંઈ જાણતા ન હોવાના કારણે તેમને પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને ટેમ્પા સાથે જવા દીધા હતા. વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં મંગાવીને ત્યારબાદ પોર્ટર મારફતે કુબેરનગર વિસ્તારમાં મંગાવ્યો હતો. પોલીસે કુલ 960 જેટલી બોટલો જપ્ત કરી દારૂ મંગાવનાર અને મોકલનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાથમાં આવેલો કોળિયો છીનવાયો, માવઠાથી માઠી દશા:4 મહિનામાં ખેડૂતોને બીજો કમ્મરતોડ ફટકો, લાખોનું અનાજ પાણીમાં, કેરીનો 70% પાક ખરી ગયો, ભાસ્કરને આપવીતી જણાવી
    Next Article
    છોટા ઉદેપુરમાં ભારે પવનથી ભાજપ પ્રમુખના કાર્યક્રમનો ડોમ ઉડ્યો:મોડી સાંજે વરસાદ સાથે વાતાવરણમાં પલટો, વીજળી ગુલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment