Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરમાં સાંઈ અને જલારામ મંદિરમાં ચોરી:તસ્કરો તાળુ તોડી દાન પેટી ઉઠાવી ગયા, પોલીસ સામે પડકાર

    4 days ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બે મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંયા આવેલા સાંઈ મંદિરમાં ચોરીની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. તસ્કરે મંદિરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને દાન પેટીમાં રહેલા રૂપિયા 1,50,000ની રકમ ઉઠાવી ફરાર થઈ જતા આ મામલે ફરિયાદ નોધવામાં આવી છે. આ સાથે આજ દિવસે જલારામ મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. બંને ચોરીની ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે મંદિરમાં ચોરી આ ચોરીની ઘટના અંગે મંદિરના પ્રમુખ આનંદભાઈ ભગવાનદાસ સોનવણેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલા જ્યુપીટર ચાર રસ્તા સુસેન પાસે સાઈ મંદિર આવેલું છે. તેઓ છેલ્લા 22 વર્ષથી આ મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મંદિરમાં સ્ટેનલેસ સ્ટીલની દાન પેટી રાખવામાં આવી હતી. દર મહિને આ પેટી ખોલીને રકમ બેંકમાં જમા કરાવવામાં આવે છે. તસ્કર દાનપેટી ઉઠાવી ગયા હતા ગત 13 માર્ચના રોજ મંદિરના મહારાજ નૈનેશભાઈ દત્તાત્રેયભાઈ ત્રિવેદીએ મંદિરનો દરવાજો બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે સવારે 6 વાગ્યે મહારાજ મંદિરે પહોંચ્યા ત્યારે દરવાજાનું તાળું તોડેલું જોવા મળ્યું હતું. તેમણે તરત આનંદભાઈને ફોન કર્યો હતો. આનંદભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને જોયું કે ચોરે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાન પેટી ચોરીને ભાગી ગયો હતો. પેટીમાં રાખેલી આશરે રૂ.1.50 લાખની રોકડ રકમ ગુમ થઈ ગઈ હતી. આ મામલે માંજલપુર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવમાં એક જ ટોળકી હોવાનું અનુમાન આ સાથે માંજલપુર સ્મશાન પાસે આવેલા જલારામ મંદિરમાં આજ દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પણ દાનપેટી ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવમાં એકજ ટોળકી હોય તેવું હાલમાં સામે આવ્યું છે અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી કોંગ્રેસમાં સામૂહિક રાજીનામાં:શહેર પ્રમુખની નિમણૂક સામે અનેક પદાધિકારીઓએ પક્ષ છોડ્યો
    Next Article
    વલસાડમાં શૂટિંગ દરમિયાન અમેરિકન મહિલા પ્રોડ્યુસરની છેડતી:‘હાઉ ટુ ફીડ અ સોલ’ ફિલ્મના ડિરેક્ટર સહિત 3 સામે ગુનો; માટુંગા પોલીસે કેસ વલસાડ સિટી પોલીસને ટ્રાન્સફર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment