Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કોંગ્રેસમાં સામૂહિક રાજીનામાં:શહેર પ્રમુખની નિમણૂક સામે અનેક પદાધિકારીઓએ પક્ષ છોડ્યો

    6 days ago

    નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયું છે. ભાજપમાં આંતરિક અસંતોષ બાદ હવે કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું છે. નવસારી શહેર પ્રમુખની નિમણૂકને લઈને સર્જાયેલા વિવાદમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપ્યા છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ વિવાદ દીપક બારોટની નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે 25 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી વરણીને કારણે સર્જાયો છે. આ નિમણૂકથી પાયાના કાર્યકરો અને જૂના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજીનામું આપનારા નેતાઓએ આક્ષેપ કર્યો છે કે દીપક બારોટે ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે અને ચૂંટણી સમયે પક્ષને હરાવવા માટે પ્રયાસો કર્યા હોવા છતાં તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નારાજ નેતાઓએ રાહુલ ગાંધીના 'સ્લીપર સેલ' (ગદ્દારો)ને પક્ષમાંથી દૂર કરવાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "જ્યારે રાહુલ ગાંધી પક્ષમાંથી 'સ્લીપર સેલ'ને દૂર કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે નવસારીમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા આપવાનો નિર્ણય પક્ષ માટે આત્મઘાતી સાબિત થશે." આ નિર્ણયથી પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઈમેલ મારફતે રાજીનામાં મોકલનારાઓમાં મુખ્યત્વે માજી પ્રદેશ મંત્રી અને માજી નવસારી શહેર પ્રમુખ ધર્મરાજ એચ. માળી, નવસારી શહેર સમિતિના મહામંત્રી નેહલભાઈ પટેલ, પૂર્વ વોર્ડ પ્રમુખ નિહાર એસ. મહેતા, યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ તથા કાર્યકરોનો સમાવેશ થાય છે. ગઈકાલે સુરતથી આવેલા નિરીક્ષક ધનસુખ રાજપૂત સમક્ષ પણ કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ નિરીક્ષકે રાજીનામાં સ્વીકારવાનો ઇનકાર કરતા આખરે તમામ નેતાઓએ પ્રદેશ પ્રમુખને પોતાના રાજીનામાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં વ્યાપેલા આંતરિક જૂથવાદને કારણે ૫૨ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવતા, કોંગ્રેસના આંતરિક ઝઘડાને કારણે ભાજપ વધુ મજબૂત બની રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે હાઈ કમાન્ડ આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે શું પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ:15 એપ્રિલ સુધી નોંધણી કરી શકાશે, અત્યાર સુધીમાં 527 ડોગની નોંધણી
    Next Article
    માંજલપુરમાં સાંઈ અને જલારામ મંદિરમાં ચોરી:તસ્કરો તાળુ તોડી દાન પેટી ઉઠાવી ગયા, પોલીસ સામે પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment