Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ:15 એપ્રિલ સુધી નોંધણી કરી શકાશે, અત્યાર સુધીમાં 527 ડોગની નોંધણી

    6 days ago

    ગાંધીનગર શહેરમાં વસતા પાલતુ શ્વાન પ્રેમીઓ અને માલિકો માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પશુઓના વ્યવસ્થિત સંચાલન માટે શરૂ કરવામાં આવેલી પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી પોતાના પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. હજુ પણ અનેક માલિકોના રજિસ્ટ્રેશન બાકી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ પ્રક્રિયા માટે 90 દિવસની મુદત નક્કી કરવામાં આવી હતી. આ અગાઉનો નિર્ધારિત સમયગાળો 15 ડિસેમ્બર, 2025થી શરૂ થઈને 16 માર્ચ, 2026 સુધીનો હતો. જોકે, હજુ પણ અનેક માલિકો રજિસ્ટ્રેશનથી વંચિત હોવાનું જણાતા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ મુદ્દત લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ ગાંધીનગરના જાગૃત નાગરિકોએ આ ઝુંબેશમાં સારો પ્રતિસાદ આપ્યો છે અને 527થી વધુ લોકોએ પોતાના પાલતુ શ્વાનનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ફોર્મ ફરજિયાત જમા કરવાનું રહેશે આ અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે, અરજદારો ઓનલાઈન માધ્યમથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે, જેનાથી પ્રક્રિયામાં સરળતા રહેશે. જોકે, ફોર્મ ભર્યા બાદ અરજદારે પોતે રૂબરૂ મહાનગરપાલિકાની કચેરી ખાતે જઈને જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા માટે કેટલાક મહત્વના પુરાવાઓ ફરજિયાત કરવામાં આવ્યા છે. વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા લોકોને અપીલ જે અન્વયે અરજદારનું લેટેસ્ટ ટેક્સ બિલ, કોઈપણ એક સરકારી ઓળખપત્ર, લાઈટ બિલ અથવા ગેસ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વાનની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલું એન્ટીરેબીઝ વેક્સિનનું સર્ટિફિકેટ રજૂ કરવું અનિવાર્ય છે. ડોક્યુમેન્ટેશનમાં પાલતુ શ્વાનનો ફોટો, માલિકનો ફોટો તેમજ શ્વાનને રાખવાની જગ્યાનો ફોટો પણ સાથે રાખવો પડશે. મહાનગરપાલિકાએ તમામ શ્વાન માલિકોને અપીલ કરી છે કે, આ વધારાની મુદતનો લાભ લઈ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન સર્જાય.
    Click here to Read More
    Previous Article
    હાથમાં આવેલો કોળિયો છીનવાયો, માવઠાએ ખેડૂતોની કમર તોડી:કમોસમી વરસાદથી લાખોનું અનાજ પાણીમાં, કેરીનો 70% પાક ખરી ગયો, ખેડૂતોએ ભાસ્કરને આપવીતી જણાવી
    Next Article
    નવસારી કોંગ્રેસમાં સામૂહિક રાજીનામાં:શહેર પ્રમુખની નિમણૂક સામે અનેક પદાધિકારીઓએ પક્ષ છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment