Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી મેડિકલ કોલેજમાં યોજાયો ગ્રેજ્યુએશન સમારોહ:ડોક્ટરની ડિગ્રી માત્ર ઓળખ નહીં,પણ એક મોટી જવાબદારી છે

    10 hours ago

    ભુજની અદાણી મેડિકલ કોલેજમાં વર્ષ 2020ની બેચના 151 તબીબી વિદ્યાર્થીઓએ MBBSનો અભ્યાસક્રમ પાર કરવાની સાથે એક વર્ષના સમયગાળાની ઇન્ટરશીપ પણ પરિપૂર્ણ કરતાં ગ્રેજ્યુએશન સમારોહ યોજવામાં આવ્યો હતો. અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડૉ .પંકજ દોશીએ સાચા યશના ભાગીદાર વિદ્યાર્થીઓના વડીલોને ગણાવી ઉમેર્યું કે, તેમના પુરુષાર્થ, પ્રેરણા અને યોગદાન થકી જ આ સંસ્થા સમાજને તબીબો આપી શકવા સક્ષમ બની છે. MBBS બન્યા પછી રસ મુજબ આગળ વધવા તેમણે જણાવ્યું હતું. મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ કચ્છમાં ડિગ્રી પ્રાપ્ત કરવી અનેરો લહાવો ગણાવ્યો હતો. ડીન ડો. એ. એન. ઘોષે કહ્યું કે, તબીબ બનવું એ ફક્ત ડિગ્રી નથી પણ ઉમદા વ્યવસાય સાથે મોટી જવાબદારી પણ છે. ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ તબીબોને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની, ડો.સચિન પાટીલ, ડો.હિતેશ આસુદાની સહિત ફેકલ્ટી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તબીબો જોડાયા હતા. વિભાગ મુજબ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. સમગ્રતયા (ઓવર ઓલ) ગોલ્ડ મેડલ દવે વિશ્વા પરેશકુમારના ફાળે ગયો હતો. સમારંભના કોઓર્ડિનેટર તરીકે ડો.પારસ પારેખ અને ડો.મોનાલી જાની રહ્યા હતા. ડૉ.હાર્દિક વાઘેલા, ડો. રૂપલ બિરારે, ડો.જ્યોત કેશરાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અત્યંત જટિલ સુવાવડ એમ્બ્યુલન્સમાં જ કરાવાઈ:નાળ વીંટળાયેલા બાળકને સફળ પ્રસૂતિ સાથે બચાવી લેવાયું
    Next Article
    વાવાઝોડાએ સર્જ્યો વિનાશ:મિનિ વાવાઝોડાથી 121 ફીડરમાં વીજ પૂરવઠો ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment