Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટ્રો મેન ઈ.શ્રીધરનને માનદ પીએચ.ડી.એનાયત:ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ, 121 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત; પાંચ વિધાર્થીને ગોલ્ડ મેડલ

    1 day ago

    વડોદરાના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે દેશની એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર કેન્દ્રિત કેન્દ્રીય યુનિવર્સિટી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) નો ચોથો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં બી.ટેક. અને એમબીએ પ્રોગ્રામના કુલ 121 વિદ્યાર્થીઓને પદવી (ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી. કિંજરાપુ રામમોહન નાયડુ મુખ્ય અતિથિ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવે વીડિયો મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ અને સમીર કુમાર સિંહા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'મેટ્રો મેન' ઈ. શ્રીધરનનું સર્વોચ્ચ સન્માન આ સમારોહનું મુખ્ય આકર્ષણ ભારતમાં પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન કરનાર અને 'મેટ્રો મેન' તરીકે વિખ્યાત ઈ. શ્રીધરનની ઉપસ્થિતિ રહી હતી. ભારતીય પરિવહન ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ અને અસાધારણ યોગદાન બદલ યુનિવર્સિટી દ્વારા તેમને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની સર્વપ્રથમ માનદ પીએચ.ડી. (Honorary Ph.D.) ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉક્ટરેટની પદવી સ્વીકારતા ઈ. શ્રીધરને યુનિવર્સિટીનો આભાર માન્યો અને પોતાની સફળતાનો શ્રેય સામૂહિક પ્રયાસોને આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સમયપાલન, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યો અપનાવવાની શીખ આપી હતી. શૈક્ષણિક સિદ્ધિઓ અને એવોર્ડ્સ 2026 ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા આ વર્ષે એક નવો ઈતિહાસ રચવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પ્રથમ વખત કાર્યરત વ્યાવસાયિકો માટે 'મેટ્રો રેલ મેનેજમેન્ટ' તેમજ 'લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ'માં એમબીએની ડિગ્રીઓ એનાયત કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બી.ટેક અને એમબીએ પ્રોગ્રામના કુલ 5 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. બી.ટેકના 2 વિદ્યાર્થીઓને આઉટસ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ 2026 મળ્યો હતી. જ્યારે 1 વિદ્યાર્થીને બેસ્ટ ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટ એવોર્ડ 2026 થી નવાજવામાં આવ્યો હતી. પર્યાવરણ અને દેશના વિકાસ પર ભાર સમારોહ દરમિયાન વડોદરાના રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડે દીક્ષિત વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણમાં યુવાનોનું યોગદાન અમૂલ્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પદવી મેળવ્યા બાદ પણ પોતાના મૂળભૂત મૂલ્યો સાથે જોડાયેલા રહેવાની અને ભવિષ્યમાં કોઈપણ કાર્ય કરતી વખતે હંમેશાં આબોહવા પરિવર્તન (Climate Change) તથા પર્યાવરણની સુરક્ષા વિશે વિચારવાની ખાસ અપીલ કરી હતી. 2.4 લાખથી વધુ સરકારી અધિકારીઓને તાલીમ આપાઈ રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત આ કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના ડિસેમ્બર 2022માં સંસદના કાયદા દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા રેલવે, એવિએશન (ઉડ્ડયન), મેરિટાઇમ અને લોજિસ્ટિક્સ જેવા મહત્વના ક્ષેત્રોમાં સ્પેશિયલાઈઝ્ડ ડીગ્રીઓ આપે છે. આ ઉપરાંત, તે 'પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન' માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકેની મુખ્ય ભૂમિકા ભજવે છે અને અત્યાર સુધીમાં 2.4 લાખથી વધુ સરકારી અધિકારીઓને તાલીમ આપી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં વધુ 5 ખૂંખાર આતંકી પકડાયા:પેટ્રોલ છાંટી ઘોડા સાથે બગી સળગાવી, અમદાવાદમાં કૉંગ્રેસ નેતાના ભત્રીજાની લુખ્ખાગીરી, 50થી વધુ તાલુકામાં વરસાદ
    Next Article
    ભરૂચ રથયાત્રામાં પોલીસની સંવેદનશીલ કામગીરી:ભીડમાં વિખૂટા પડેલા બે બાળકોનું માતા સાથે સુરક્ષિત મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment