Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અત્યંત જટિલ સુવાવડ એમ્બ્યુલન્સમાં જ કરાવાઈ:નાળ વીંટળાયેલા બાળકને સફળ પ્રસૂતિ સાથે બચાવી લેવાયું

    11 hours ago

    તાલુકાના ખાવડાના કોલીવાસ વિસ્તારમાં રહેતી સગર્ભાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરાઈ હતી. લોકેશન પર પહોંચેલી ટીમે જોયું કે માતાની સ્થિતિ અત્યંત નાજુક હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રસૂતિ કરાવવી અનિવાર્ય હતી. પ્રસૂતિ દરમિયાન 108ના સ્ટાફની તપાસમાં એક ગંભીર બાબત સામે આવી હતી કે નવજાત બાળકના ગળાના ભાગે ગર્ભનાળ (નાળ) વીંટળાયેલી હતી, જોકે, ઇએમટી પ્રકાશ મકવાણા અને પાયલોટ ઇમરાન નોતીયારે પોતાની સૂઝબૂઝ અને તાલીમનો ઉપયોગ કરી અત્યંત સાવચેતીપૂર્વક નાળને સરકાવી નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઇઆરસીપી ડો. કરણ દ્વારા ફોન પર આપવામાં આવેલી તબીબી સલાહ મુજબ જરૂરી સારવાર અપાઈ હતી. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત હોવાનું જણાતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રોગ્રામ મેનેજર ડો. ભવર પ્રજાપતિ અને ઇએમઈ હિરેન જોશીના માર્ગદર્શન હેઠળ ખાવડાની ટીમે આ કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઠગ પોલીસના સંકજામાં:રતીયા પાસે નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા 2 પકડાયા
    Next Article
    અદાણી મેડિકલ કોલેજમાં યોજાયો ગ્રેજ્યુએશન સમારોહ:ડોક્ટરની ડિગ્રી માત્ર ઓળખ નહીં,પણ એક મોટી જવાબદારી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment