Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડો નજરે પડ્યો:હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન, પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ

    11 hours ago

    ભુજ તાલુકાના હબાય ગામ નજીક મુખ્ય માર્ગ પર એક દીપડો દેખા દેતા રાહદારીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે રોમાંચ ફેલાયો હતો. ગુરુવારે જ્યારે વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હબાય નજીકના પહાડી અને ઝાડીવાળા વિસ્તારમાંથી એક પુખ્ત વયનો દીપડો રોડ સમીપે આવી ચડ્યો હતો. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ આ અદભૂત દ્રશ્ય નિહાળ્યું હતું. ચોમાસાના કારણે ખીલી ઉઠેલી હરિયાળી વચ્ચે બાવળની ઝાડીઓ વચ્ચેથી દીપડાની હાજરીએ વન્યજીવનની સુંદરતામાં વધારો કર્યો હતો. કેટલાક ઉત્સાહી લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાનો આ પટ્ટો અને ખાસ કરીને હબાય આસપાસની ટેકરીઓ દીપડાઓ માટે આદર્શ વસવાટ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે વસતીની નજીક દીપડા દેખાય ત્યારે ભયનો માહોલ સર્જાતો હોય છે, પરંતુ હબાય પંથકમાં વન્યપ્રાણી અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષના કિસ્સા નહિવત છે. અહીંના દીપડાઓ માનવ વસતીથી અંતર જાળવી રાખે છે અને વન વિભાગના સતત મોનિટરિંગને કારણે કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નથી. જાગૃત લોકોએ સ્થાનિકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલ-દોકલ અવરજવર ટાળવી અને વન્યજીવ દેખાય તો તેને પજવણી ન કરવી અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    કુદરતનો મિજાજ બદલાયો:ભુજ સહિત પંથકમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી માહોલ
    Next Article
    ઠગ પોલીસના સંકજામાં:રતીયા પાસે નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા 2 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment