Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુદરતનો મિજાજ બદલાયો:ભુજ સહિત પંથકમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી માહોલ

    10 hours ago

    કચ્છના વાતાવરણમાં ગુરુવારે અચાનક આવેલો પલટો રણપ્રદેશની યાદ અપાવી ગયો હતો. ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત થયું હતું. બપોરના સમયે શરૂ થયેલો પવન રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો, જેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગુરુવારે બપોર પછી શહેરમાં અચાનક તેજ પવન ફૂંકાતા સમગ્ર શહેર ધૂળની ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક સ્થળોએ ઝાડની ડાળીઓ તૂટી પડી હતી. રસ્તા પર લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો નમી ગયા હતા.શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વાહનચાલકોને ધૂળને કારણે ભારે મુશ્કેલી પડી હતી. તાલુકાના મુખ્ય ગામો જેવા કે માધાપર, મિરજાપર, માનકુવા, કેરા અને બળદિયા સહિતના વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને આંશિક નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી (સોલાર) પાર્કમાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. આ પવન એટલો તેજ હતો કે સોલાર પેનલની પ્લેટો પણ ઉડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સંભળાયા હતા. કમોસમી વરસાદની દહેશત વચ્ચે પવન ચાલુ રહેતા લોકોમાં ચિંતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં પ્રથમ નોરતે ભક્તોએ આઇ આશાપુરાના આશીર્વાદ લીધા
    Next Article
    દીપડો નજરે પડ્યો:હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન, પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment