Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કાર્યવાહી:શિક્ષિકાને સોશિયલ મીડિયા પર હેરાન કરનારો યુવક ઝડપાયો

    14 hours ago

    મદનઝાપા પાસે રહેતી ખાગની શાળાની શિક્ષિકાને એક યુવક સોશિયલ મીડિયાની અલગ-અલગ આઈડીથી મેસેજ કરીને હેરાન કરતો હતો. ફેબ્રુઆરી મહિનામાં યુવકે શિક્ષિકાની સોશિયલ મીડિયાની પોસ્ટ પર માય વેલેન્ટાઈન ડે તેવી કોમેન્ટ કરી હતી. થોડા સમયથી યુવક શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી તેણે યુવકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો. મૂળ બંગાળની મહિલા વડોદરામાં રહે છે અને શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવે છે. 2022માં તેઓને સોશિયલ મીડિયા પર હિરેન રાજપૂત નામના યુવકનો મેસેજ આવ્યો હતો. જોકે શિક્ષિકા તેને બ્લોક કરી દીધું હતું. 2023માં સ્મીત રાજે નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથ મેસેજ આવતા શિક્ષિકાએ તે એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું હતું. 2025માં હિરેન રાજપૂત નામનની સોશિયલ મીડિયા આઈડી પરથી ફરી મેસેજ આવ્યો હતો, જેમાં તેણે મેસેજ કર્યો હતો કે, મારે તમારી સાથે માત્ર તમારી સાથે વાત કરવી છે, તમે કેટલો ઘંમડ રાખો છો, તમે ના પાડશો તો તેમને મેસેજ નહીં કરું. આ પ્રકારના તે મસેજે કર્યા કરતો હતો. ગત ફેબ્રુઆરીની 7 તારીખે હિરેને શિક્ષિકાની સોશિયલ મીડિયાની પર માય વેલેન્ટાઈન તેવી કોમેન્ટ કરી હતી. જોકે શિક્ષિકાએ તે કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી. જે બાદ હિરેન શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી શિક્ષિકાએ હિરેન રાજપૂતની સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારામારીનો મામલો:કુંભારવાડા અને ગણેશનગરમાં મારામારીના 3 બનાવ,3 ઘાયલ
    Next Article
    ઠગાઈ:અકોટા ટાઉનશિપમાં 2 કરોડની ઠગાઈ, ભાગીદારોને અંધારામાં રાખી છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment