Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલ્મિકી સમાજ દ્વારા ઐતિહાસિક પહેલ:પાટણમાં પ્રથમવાર વાલ્મિકી બંધુઓ રામનવમીના રથનું પ્રસ્થાન કરાવશે

    4 days ago

    પાટણ શહેરમાં આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા સમાજિક સમરસ્તાના સંકલ્પ સાથે નીકળશે. પ્રથમવાર વાલ્મિકીબંધુઓ દ્વારા રથનું પ્રસ્થાન કરાવવા આવશે જે અંતર્ગત શહેરના જાહેર માર્ગો ઉપર ભગવી ધજાઓ અને હોર્ડિંગસ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. રામનવમીની તૈયારની ભાગરૂપે પાટણ શહેરના મુખ્ય માર્ગો સજ્જ થયા છે. કેસરી ધ્વજાથી પાટણ રામમય બન્યું છે.વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે 39મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે નીકળનારી આ રથયાત્રા બપોરે છિડિયા દરવાજા સ્થિત શ્રી ગામ રામજી મંદિરથી વાલ્મિકી બંધુઓના હસ્તે સામાજિક સમરસતાના ભાગરૂપે રથનું દિવ્ય પ્રસ્થાન કરાશે. પાટણ શહેરમાં 26મી માર્ચ ગુરુવારના રોજ નિકળનારી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં પ્રથમવાર બાહુબલી હનુમાનજીના દર્શનનો લ્હાવો મળશે. જેની ઊંચાઈ 10 ફૂટ હશે.વિશેષ આકર્ષણ તરીકે પ્રભુ શ્રીરામલલ્લાની ચાંદીની ચરણપાદુકા ખાસ અયોધ્યા મોકલવામાં આવશે. જ્યાં નિજ મંદિરના કમલચરણોમાં સેવા-પૂજા થયા બાદ તેને પરત લાવી પાટણની જનતા માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.​આ ભવ્ય આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે.જેમાં દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના કરતબ બતાવશે અને બજરંગદળના યુવાનો અખાડાના દાવપેચ રજૂ કરશે. શોભાયાત્રામાં ગુજરાતનું સુપ્રસિદ્ધ રાજકમલ બેન્ડ અને પંજાબી બેન્ડ રામભજનોની રમઝટ બોલાવશે,જ્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓના સુંદર ટેબ્લો નગરચર્યાએ નીકળશે. શહેરના ઝીણી રેત વિસ્તારમાં વાલ્મિકી સમાજ દ્વારા પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં રથયાત્રાની મહાઆરતી કરાશે.અને પ્રસાદનું અયોજન કરાયું છે. વિશ્વ હિંદુ પરિષદ જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નગરજનોને પોતાના મહોલ્લાઓને કેશરી ધજા-પતાકાથી શણગારે અને શોભાયાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરે અને દરેક રામભક્ત સાંજે પોતાના ઘરે પાંચ દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે અને રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસર ખાતે આયોજિત રામખીચડીનો પ્રસાદ લેવા પધારે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ:વાવાઝોડાથી ક્યાંક છાપરાં ઉડ્યા તો ક્યાંક વીજ પોલ ધરાશાયી
    Next Article
    સગીરા ગુમ થઈ:ધારપુર સિવિલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment