Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલંકિત ઘટના કેસ:ગિરનારનાં અંબાજી મંદિર પરિસરમાં તપાસ

    1 week ago

    કલંકિત ઘટના કેસમાં પોલીસે ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને સ્થળ પર પંચનામું કર્યું હતું. અંબાજી મંદિરના ભંડારાના રસોઈ ઘરમાં દારૂનું સેવન અને નોનવેજ બનાવી તેની મહેફિલ કરવા સબબ તેમજ ધાર્મિક લાગણી દુભાવવા બદલ અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફે બોય, જીગ્નેશ રવજીભાઈ ડાભી, છગન બચુભાઈ ડાભી, નિખિલ કિશોરભાઈ મેઘનાથી તથા 2 સગીર વિરુધ્ધ ભવનાથ પોલીસમાં અલગ અલગ 2 ગુના નોંધાયા હતા. મંદિરની દાન પેટીની આવક સાથે ચેડા કરવા બદલ યોગેશ ગીરી, દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી અરજનગીરી અપારનાથી, ભરતનાથ રાજનાથ સામે મંદિરના વહીવટદારની ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ભવનાથ પોલીસ મથકના પીઆઇ પી. સી. સરવૈયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, 3 ટીમ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે સ્થળ પર પંચનામું કરી પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઘટના અંગે રજૂ કરાયેલા વાયરલ વીડિયોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતની મદદ લઈ ચકાસણી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:2 બાઈક વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત, 1 વ્યક્તિને ગંભીર ઇજા
    Next Article
    ખારવા સમાજ દ્વારા રાંદલ મહોત્સવની ઉજવણી:ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, 23 સ્થળે માતાજીનું સ્થાપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment