Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:આદિત્યનગરનો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો

    1 week ago

    જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જોશીપરા પાસે નારાયણ ચોક ખાતે સામેથી આવી રહેલ જીજે સીઇ 6982 નંબરના મોપેડ ચાલકને રોકવામાં આવ્યો હતો. પોલીસને જોઈ ચાલક ગભરાઈ ગયો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે મોપેડની ડેકીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનું 1 ચપટું 2 મળી આવ્યું હતું. એટલું જ નહીં, શખ્સના પેન્ટના નેફામાંથી પણ દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 25,000નું મોપર, રૂ. 600નો વિદેશી દારૂ અને બે મોબાઈલ મળી કુલ 31,100નો મુદ્દામાલ જપ્ત કરી શાક માર્કેટ પાસે રહેતો 25 વર્ષીય અકરમ પઠાણની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને તેના બનેવી સમીર હનીફભાઈ બ્લોચે પૂરો પાડ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર સમીર બ્લોચને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખાતમુહૂર્ત:વંથલી પંથકના લોકોના આંદોલન બાદ આખા- ટીનમસ રોડનું ખાતમુહૂર્ત કરાયું
    Next Article
    ફરિયાદ:જમીન મૂકીને જતા રહેવાનું કહી યુવક પર કુટુંબીનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment